Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

આજના શુભ દિવસે - 697

રેલ્વે ટ્રેઇનના ૩ ટાયર કોચમાં મુસાફરી ચાલે છે. રાત્રિ પડે છે અને ૬ જણા એક કમ્પાર્ટમેન્ટમાં સૂઇ જાય છે. એવામાં એક મોટી ઉંમરનો અંધ ભિખારી નાના બાળકના ખભે હાથ રાખીને ભિખ માંગવા નીકળે છે.

સૌથી ઉપરની બર્થમાં સૂતેલા વ્યકિત દશ રૂપિયાની નોટ વચ્ચેની બર્થવાળાને આપીને કહે છે કે આ ભિખારીને આપી છે ને! તેનો હાથ નીચે સુધી પહોંચતો નહોતો.

વચ્ચેની બર્થવાળો નીચે સૂતેલાને કહે છે. જરા આ નોટી અંબાવી દો ને પેલા અંધના હાથમાં નોટ આવે છે. અને ખુશ થઇને કહે છે. : 'અલ્લા આપકો બરકત દે.'

આ બધું સામેની બર્થમાં સૂતેલો માણસ જૂએ છે અને કહે છે કે પૈસા તો ઉપરની બર્થવાળાએ આપ્યા અને આ ભિખારીએ દૂઆ આપી નીચેવાળાને-જેણે એના હાથમાં નોટ આપી.

ભિખારી આ શબ્દો સાંભળી જાય છે. અને કહે છે. 'હું આંધળો છું-પરંતુ ઉપરવાળો જે આ બધી વ્યવસ્થા સંભાળે છે તે આંધળો નથી'

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:02 am IST)