Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

આજના શુભ દિવસે - 692

એક વ્યકિત બહુજ ધર્મિષ્ઠ સ્વભાવનો હતો. પાંચેય વખતની નમાજ પઢવા મસ્જિદ જતો આમ ચાલીશ વર્ષ ચાલ્યું બહુજ સાધારણ સ્થિતિ છે અને કુટુંબનું માંડ ભરણ પોષણ થાય  છે.

પડોશીઓ કહ્યા કરે છે. 'આટલા વર્ષોની નમાજના ફળ રૂપે શું મળ્યું ?' જવાબ આપે છેઃ આજે મસ્જિદમાં અલ્લાને પૂછી જોઇશ કે તેમને મારી નમાજ કબુલ છે કે નહીં.

મસ્જિદમાં નમાજ કરતી વખતે મૌનની ભાષામાં પૂછે છે ! એવામાં બહુજ મોટો અવાજ સંભળાયોઃ 'મને તારી નમાજ કબુલ નથી.' અને આ માણસ તો સાંભળીને ખુશીનો માર્યો ગાંડાની જેમ નાચવા માંડયો, મસ્જિદમાં આવેલા લોકોને નવાઇ લાગી અને પૂછે છેઃ 'અરે, ભાઇ-તમારી નમાજ કબુલ થઇ નથી છતાં આટલા ખુશ થઇને કેમ નાચો છો ?'

જવાબ મળ્યોઃ ' અલ્લાએ મારી નમાજ સાંભળી તો ખરીને ! કબુલ કરે કે ન કરે એ તો એમની મરજીની વાત છે. મારે માટે તોખુશીની વાત તો એ છે કે તેઓ મારી નમાજ સાંભળે છે.'

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(10:09 am IST)