Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

આજના શુભ દિવસે - 655

નાનું એવું ગામ-અને દસેક હજારની વસ્તી હશે. એક શેરીમાં રહેતા બધા લોકો એક-બીજાને ઓળખે અને કુટુંબ વિષેની વિગત પણ જાણે તેમજ એક બીજાના સુખ-દુઃખમાં પણ બધા મદદ કરવા દોડી જાય.

નાનપણમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતો રમેશ રોજ સવારે ૮ વાગે પોતાની સ્કુલમાં પહોંચી જાય બાજુની શેરીમાં રહેતી રમા ૧ લા ધોરણમાં કન્યાશાળામાં દાખલ થઇ બંને કયારેક ભેગા થઇ જાય તો વાતો કરતા કરતા સૌ સૌની સ્કૂલ પહોંચી જાય.

બંને સુખી કુટુંબના હતા-આ હિસાબે ટયુશન વગેરે સારા માસ્તરનું રાખતા. રમેશ બારમાં ધોરણમાં ? સારા માર્કસ સાથે પાસ થયો-અને એન્જીનીયરીંગમાં પ્રવેશ મળી ગયો અને પાસ થઇ ગયો, ૩ વર્ષે ડીગ્રી પણ મળી ગઇ.

આ પછીના વર્ષે રમા પણ સારા માર્કસથી પાસ થઇ અને B.com  થઇ C.A. થઇ આ દરમ્યાન રમેશને અમેરિકામાં આગળ ભણવા માટે પ્રવેશ મળી ગયો. અને ૩ મહિના પછી નીકળવાનું હતું. વિઝા બાકી હતી એટલે આટલો સમય લાગ્યો. 

રમેશ અને રમા આ દરમ્યાન નજીક આવી ગયેલા અને એકબીજાને પ્રેમની લાગણી વ્યકત કરેલ. આ બાબતથી બંનેના કુટુંબ પણ વાકેફ હતા. બંનેના કુટુંબે રમા-રમેશની ઇચ્છાથી સગાઇ કરી નાંખી બંને બહુજ ખુશ હતા. રમેશ કહેતો કે બે વર્ષ પછી તો હું આવી જઇશ અને લગ્ન કરી લેશું અને અમેરિકામાં જ સ્થાયી થશું.

રમેશ રવાના થાય છે. આ દરમ્યાન બંને કુટુંબનો વેવાઇના નાતે સંબંધ પણ મજબૂત થઇ ગયો હતો. રમા પણ રોજ રમેશના ઘેર આંટો મારી આવતી અને રમેશ સાથે તો ફોનથી સંપર્ક હોય જ !

આ દરમ્યાન એકાદ વર્ષ પછી રમાના પપ્પાએ  મોટર ખરીદી આજુબાજુના શહેર-ગામમાં સ્વભાવિક આવવા જવાનું બનતું રમેશના ગયા બાદ દોઢેક વર્ષે ગાડીને અકસ્માત નડયો અને રમા આગળ બેઠી હતી-તો એનું નાક અને મો આગળના ડેસ્ક સાથે અથડાયું ખૂબ સારવારના અંતે તેણીએ વાચા અને બોલવાની શકિત ગુમાવી.

રમેશના ફોન રમા સહિત ઘરના કોઇ ફોન વારંવાર આવવા છતાં કોઇ ઉપાડે નહીં રમેશના ઘરે પણ વાતાવરણ તંગ હતું. દિકરો પૂછયા કરે અને જવાબ આપે   કે રમા અને તેના મમી પણા ઘણા સમયથી ગામ છોડીને કયાં જતા રહ્યા છે. તે ખબર જ નથી. અને ખરેખર ગામ છોડીને દૂરના શહેરમાં ચાલી ગયા, બાકી હતું તો પોતાના મૂળ ગામ સાથે ૧૦૦% સંપર્ક તોડી નાંખ્યો

દિકરી બહેરા-મુંગાની શાળામાં તેની ભાષા શીખી, એવામાં કોઇ રમાની બહેનપણી અકસ્માતે શહેરમાં ભેગી થઇ જાય છે. અને કહે છે કે રમેશ આવી ગયો છે અને ખૂબજ અસ્વસ્થ જણાય છે. ગામમાં બધાને પૂછતો ફરે છે કે રમા કયાં ? એને બધી માહિતી મળે છે તેમજ રમા કયાં છે તે રમાને શહેરમાં મળેલ બહેનપણી જણાવે છે.

આ દરમ્યાન ફરી રમાની બહેનપણીને શહેરમાં જવાનું થયું અને રમાને ઘેર જઇને કહ્યું રમેશ અમેરિકાથી આવી ગયા બાદ મને તારા વિષે પૂછતા બધી સત્ય હકીકત જણાવી દીધી છે.

આ વાતને છ એક મહિના વીતિ ગયા અને રમાને વિચાર આવ્યા કરે છેઃ આટલા એક બીજાને ચાહતા હતા અને રમેશ ખબર કાઢવા કે મળવા પણ આવતો નથી !

એક દિવસ સાંજના સમયે રમાના ઘરની બેલ વાગેછે. અને રમાના પપા બારણું ખોલે છે અને આભા બની ગયા ! રમેશ આવ્યો હતો, રમેશ ઘરમાં દાખલ થાય છે, રમા ખુશ થઇને ઉભી થઇ જાય છે.

રમા એની ભાષામાંં અભિનયથી પપાને પૂછે છે કે કહે છે કે આને પૂછો કે અમેરિકાથી તો છ મહિના પહેલા આવી ગયો છે, તો આટલો વખત કયાં હતો ?

રમાના પપા હજુ કંઇ કરવા જાય તે પહેલા રમેશે રમાની ભાષામાં જ રમાને જવાબ આપી દીધો કે તે ૬ મહિના માટે બહેરા-મુંગાની શાળામાં તારી ભાષા શિખવા ગયો હતો !

રમેશ આગળ વાત વધારતા કહે છેકે તારા વિના મારી જીંદગી અધૂરી છે. માટે લગ્ન પછી આપણે એક-બીજા સાથે કેવી રીતે વાત કરી શકીએ !

માટે મારા કુટુંબમાં મારા દુરાગ્રહથી આમ કરવાનું નકકી થયું તો ચાલો હવે લગ્નની તૈયારી કરો !

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:32 am IST)
  • એમેઝોને કોરોના સામે જીત મેળવીઃ ૩૪૫ મીલીયન ડોલરનો જંગી નફો કર્યો : (૨૭૬૦ કરોડ રૂ.નો નફો) access_time 12:54 pm IST

  • રાજકોટમાં અ.. ધ..ધ..ધ..93 પોઝિટિવ કેસ આવ્યા : રાજકોટમાં 55 અને જિલ્લામાં 32 નવા કેસ જાહેર : 35 દર્દી ને રજા આપી દેવાઈ : હાલ 517 દર્દી ને સારવાર અપાઈ રહી છે access_time 8:31 pm IST

  • શહેરમાં આજથી માસ્ક નહી પહેરનારને રૂ. પ૦૦નો દંડ ફટકારવાનુ શરૂ : રાજકોટ : રાજય સરકારનાં આદેશ મુજબ આજથી મ્યુ. કોર્પોરેશન અને પોલીસ દ્વારા માસ્ક નહી પહેરનાર નાગરિકો પાસેથી રૂ. પ૦૦ લેખે દંડ વસુલવાનુ શરૂ બપોર સુધીમાં ૧૦ હજારથી વધુનાં દંડની વસુલાત access_time 3:26 pm IST