Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

આજના શુભ દિવસે - 652

એક  શહેરમાં સુખી જૈન કુટુંબના વડિલનું ૬૦ વર્ષની ઉંમરે અવસાન થયું. પત્ની, દિકરો-વહુ અને દિકરી-જમાઇ બધા રહે છે. આ સમાચાર સાંભળી જૈન મુની આવી ચડે છે. લોકવાયકા હતી કે આ મુની મૃતને જીવતા કરી શકે છે. પણ કદી કોઇએ જોયેલ નહીં.

પત્ની રડે છે. 'અમે ૩પ વર્ષ સાથે રહ્યા, હવે મારી જીંદગી કેવી રીતે જશે અને એમના વિના જીવવું પણ નહીં ગમે...! 'દિકરો કહે છે કે આ આટલો મોટો ધંધો હું કેવી રીતે સંભાળી શકીશ.' દિકરી પણ ખૂબ જ રડે છે.  અને કહે છે કે હું તો પપ્પાની લાડકી દિકરી હતી, દરરોજ અમારે ફોન પર અચૂક વાત થતી. હવે એમના વગર મને કેમ ગમશે...!

જૈન સાધુ ચૂપચાપ જોયા કરે છે અને પછી વાતાવરણ થોડું શાંત થયુ એટલે જવા માટે રજા માંગે છે. કુટુંબના  બધા સભ્યો એક બીજા સામે જોયા કરે છે અને પછી પૂછે છે. 'આપ મૃતકને જીવન' કરવાની વિદ્યા જાણો છો એવું અમે સાંભળેલ છે. અત્યારે આ બાબતમાં કંઇ મદદ કરી શકો ?'

'હા, ચોકકસ, પણ પ્રશ્ન એ છે કે એમાં જીવ નાંખવો પડે અને એ જીવ તમારામાંથી કોઇએ આપવો પડે...!'

પત્ની કહે કે મારાથી તો ન આપી શકાય. આ મારા દિકરાના ત્રણ સંતાનોના સુસંસ્કારી ઉછેર કરવાનો છે.

પુત્ર કહે કે મારાથી તો જીવ આપવો એ શકય જ નથી. આ કુટુંબની આર્થિક જવાબદારી મારા પર છે. તો પછી, એ સંભાળે કોણ?

પુત્રવધુ તો કહે છે આ મારા બાળકો મારા વિના એક મીનીટ પણ રહી શકતા નથી, તો મારા જવાથી શું થાય એમનું ?

દિકરી કહે છે મારા સાસુ-સસરાની ઉમર ૭૦ ઉપરની છે, તો તેમની સતત કાળજી મારે રાખવાની છે. મારાથી તો જીવ કેવી રીતે આપી શકાય ?

જમાઇને તો વચ્ચે આવવાપણું જ નથી.

જૈનમુની આ બધુ ચૂપચાપ સાંભળે છે અને કશો જ પ્રતિભાવ આપ્યા વિના હળવી ચાલે ઘરની બહાર નીકળી જાય છે.

શું આ જ જીંદગી છે ?

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:40 am IST)
  • કાલે વિજયભાઈના અધ્યક્ષસ્થાને વન મહોત્સવ ઉજવણીની બેઠક : ૭૧માં રાજયકક્ષાના વનમહોત્સવની ઉજવણી અંતર્ગત રાજકોટના આજી ડેમ વિસ્તાર ખાતે અર્બન ફોરેસ્ટ અને સાંસ્કૃતિક વન નિર્માણ કાર્યક્રમ આવતીકાલે તા. ૨ના રવિવારે સવારે ૧૦:૩૦ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમ યોજાશે : જેમાં ૫૦ જેટલા પદાધિકારીઓ - અધિકારીઓ સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે હાજર રહેશે access_time 12:54 pm IST

  • શહેરમાં આજથી માસ્ક નહી પહેરનારને રૂ. પ૦૦નો દંડ ફટકારવાનુ શરૂ : રાજકોટ : રાજય સરકારનાં આદેશ મુજબ આજથી મ્યુ. કોર્પોરેશન અને પોલીસ દ્વારા માસ્ક નહી પહેરનાર નાગરિકો પાસેથી રૂ. પ૦૦ લેખે દંડ વસુલવાનુ શરૂ બપોર સુધીમાં ૧૦ હજારથી વધુનાં દંડની વસુલાત access_time 3:26 pm IST

  • સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત: જિલ્લામાં આજે વધુ ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:હિંમતનગરમાં પાંચ,ઇડરમાં પાંચ અને તલોદમાં એક કોરોના પોઝિટિવ કેસ: જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૪૩૧ થઇ access_time 9:24 pm IST