કેવી લાગી ફિલ્મ ? થિયેટર બહાર અક્ષય કુમારે ' હાઉસફુલ-5' નો રિવ્યુ પૂછ્યો:લોકો અક્ષયને અવગણી આગળ વધ્યા: જુઓ વિડિઓ
કેટલાક લોકોએ અક્ષય કુમારને ઓળખ્યા વિના કન્ટેન્ટ ક્રિએટરની જેમ પોતાનો રિવ્યુ આપ્યો

મુંબઈ :હાઉસફુલ-5 સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મે 2 દિવસમાં 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને હિટ બનવા તરફ આગળ વધી રહી છે. લોકો ફિલ્મના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. બે એન્ડ સાથે રિલીઝ થયેલી ફિલ્મથી ચાહકો ખૂબ ખુશ છે અને ફિલ્મ જોવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અક્ષય કુમાર પણ ચહેરા પર માસ્ક લગાવીને સિનેમાઘરની બહાર પહોંચ્યો હતો અને લોકો જોડે તેની ફિલ્મના રિવ્યુ માગ્યા હતા. પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે કોઈ અક્ષય કુમારને ઓળખી શક્યું નહીં અને અક્ષયને લોકો અવગણી આગળ વધી રહ્યા હતા. જોકે, કેટલાક લોકોએ અક્ષય કુમારને ઓળખ્યા વિના કન્ટેન્ટ ક્રિએટરની જેમ પોતાનો રિવ્યુ આપ્યો હતો.
અક્ષય કુમાર તેની ટીમ સાથે સિનેમાઘરની બહાર પહોંચ્યો હતો. અહીં અક્ષય કુમારે તેમની ફિલ્મનો માસ્ક પહેર્યો હતો જે ટ્રેલર લોન્ચ સમયે તમામ સ્ટારકાસ્ટે પણ પહેર્યો હતો. માસ્કને કારણે લોકો અક્ષય કુમારને ઓળખી શક્યા નહીં. ફિલ્મ જોયા પછી લોકો બહાર આવતાની સાથે જ અક્ષય કુમારે તેમને હાઉસફુલ-5નો રિવ્યુ પૂછ્યો. કેટલાક લોકોએ સીધા જ અક્ષયને અવગણીને આગળ વધ્યા તો કેટલાક લોકોએ તેમને એક સામાન્ય બ્લોગર માનીને પોતાની પ્રતિક્રિયા આપી અને ફિલ્મની પ્રશંસા કરી હતી. હવે આનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉપરાંત, લોકોએ અક્ષય કુમારના આ જુસ્સાને સલામ કરી છે.
અક્ષય કુમાર સહિત કુલ 2 ડઝન સ્ટાર્સથી શણગારેલી આ બોલિવૂડ ફિલ્મ પહેલા જ દિવસે સારી ઓપનિંગ કરવામાં સફળ રહી હતી. ફિલ્મે 2 દિવસમાં 54 કરોડની કમાણી કરી છે અને રવિવાર બાકી છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ પહેલા જ અઠવાડિયામાં હિટ થવાની અપેક્ષા છે. લોકોને ફિલ્મ પસંદ આવી રહી છે અને વાર્તાને 2 એન્ડ સાથે અલગ અલગ સ્ક્રીન પર બતાવવામાં આવી છે. જોકે, આ પહેલીવાર છે જ્યારે એક જ ફિલ્મ 2 એન્ડ સાથે એકસાથે રિલીઝ થઈ છે. ફિલ્મ હવે ત્રીજા દિવસના કલેક્શનના આંકડાઓની રાહ જોઈ રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હાઉસફુલ-5 બોક્સ ઓફિસ પર પોતાની છાપ છોડવામાં સફળ રહેશે.
