Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ગોંડલ રાજકોટ હાઇવે પર ભરૂડી ટોલનાકા પાસે ધોધમાર વરસાદ આજે સાંજે ચાર વાગ્યા આસપાસ વરસ્યો હતો. (વિડિયો : ભાવેશ ભોજાણી ગોંડલ)

કબડ્ડી અને ખો-ખોના પ્રોત્સાહનને અદાણી સ્પોર્ટ્સલાઇનનો સહયોગ. રાજકોટના વિદ્યાર્થીઓ બે દિવસ માટે કબડ્ડી ખો-ખો રમશે, અદાણી સ્પોર્ટ્સલાઈન, અદાણી ગ્રુપની સ્પોર્ટ્સ શાખા છે, એમણે ગુજરાતમાં લિટલ જાયન્ટ્સ ઈન્ટર સ્કૂલ કબડ્ડી અને ખો-ખો ચેમ્પિયનશિપનું આયોજન રેડિયો મિર્ચી સાથે મળીને સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં કર્યું છે. આજે રાજકોટ ખાતે ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં રાજકોટ શહેરની વિવિધ શાળાઓમાથી કબડ્ડીની 32 ટીમ અને ખો ખોની 16 ટીમએ ભાગ લીધો હતો.

દિલ્હી: આનંદ વિહાર પોલીસ સ્ટેશનમાં ઘૂસીને અજાણ્યા લોકોએ એક હેડ કોન્સ્ટેબલને જબરો મેથીપાક ચખાડ્યો : સોશ્યલ મીડિયા માં કથિત વીડિયો થયો વાયરલ.

સુ. શ્રી રાધિકા મારફતિયાની રાહબરીમાં, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગ થી, અમદાવાદ - ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં તા. 6 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ સુધી, "વંદે-માતરમ" - ચાલો સાથે મળીને એક થઈએ ની થીમ પર યોજવામાં આવશે 'ફ્લેશ મોબ ડાન્સ' . તો થઈ જાઓ તૈયાર આ સુંદર આયોજન ને માણવા.