Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

II ૐ ભર્ગાય નમઃ હ્રીં સૂર્યાય નમઃ

ઉત્તરાયણ : સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો પરંપરાગત ઉત્સવ : સૂર્યનમસ્કારથી સોલાર સુધીનું ચિંતન

ઐતિહાસિક ઘટના છે. સુપ્રિમ કોર્ટના ચાર જ્જાએ સુપ્રિમ કોર્ટ સામે જ સવાલ ઉઠાવ્યા છે. આ અતિગંભીર મુદ્દો ગણાય. લોકશાહીની આધારભૂત જાગીર ન્યાયપાલિકા છે. સુપ્રિમ કોર્ટ તો દેશની મોભી સંસ્થા ગણાય, મોભીની વૃત્તિ પર સવાલ સર્જાય તો પરિવારની ઉંઘ હરામ થાય એ સ્વાભાવિક ગણાય. ન્યાય સંકટના કપરા સમયે સૌને સન્મતિ પ્રા થાય તેવી અરજીપરમાત્માની અદાલતમાં કરીને આગળ વધીએ.

 

પરમાત્માની અદાલત વિશેષ પ્રકારની છે. દેવ ખુદ આંગણે આવીને પૂછે છે- બોલ, તારે શું પ્રશ્ન છે ? આવા દેવ પ્રત્યે અહોભાવ વ્યકત કરવાનો અવસર આવી રહ્ના છે. આવતીકાલે ઉત્તરાયણનું પર્વ છે. ૩૩ કરોડ દેવી-દેવતાઓમાં એક માત્ર સૂર્યનારાયણ સાક્ષાત દર્શન આપવા પધારે છે.

 

સૂર્યદેવ ઉર્જાનો અપાર સમંદર છે, ઉજાસના ધોધ વહાવે છે અને કૃપાના ઘુઘવતા સમંદર સમાન છે. ઉત્તરાયણ, આ દેવની વિશેષ સાધનાનું પર્વ છે. પતંગની પરંપરા પાછળનું ગણિત પણ એ જ છે કે- સૂર્યપ્રકાશના સતત સાનિધ્યમાં રહો... ભારતીય આધ્યાત્મિક પરંપરામાં અનેક પ્રકારની સૂર્ય સાધના પ્રચલિત છે. સૂર્યદેવ આરોગ્ય, સમૃદ્ધિ, પ્રગતિ, સુખાકારી પ્રદાન કરનારા દેવ છે.

પ્રચલિત કથા અનુસાર સૂર્યદેવનો પરિવાર વિશિષ્ટ છે. આ દેવના જીવનસાથી ભગવતી રાંદલમાતા છે. યમુનાજી, શનિદેવ, યમરાજ, અશ્વિનીકુમારો વગેરે તેમના સંતાનો છે. સૂર્યદેવને ગ્રહોના રાજા માનવામાં આવે છે.

આવી કથામાં રસ ન હોય તો પણ આ દેવની કૃપા સાષ્ટાંગ દંડવત યોગ્ય છે. સૂર્ય પ્રકાશથી જીવન અને પોષણ સંભવ બને છે. સૂર્યઉર્જા આધુનિક વીજળી યુગનો સર્વોત્તમ વિકલ્પ બનવા તરફ છે. સામાન્ય માણસ કંઇ જાણકારી ધરાવતો ન હોય તો પણ યોગમાં સૂર્ય નમસ્કાર વિધિ અપાઇ છે. દશેક મિનિટ આ પ્રયોગ કરીને પોતાના તનને ઉર્જામય બનાવી શકે છે.

ભારતીય પ્રાચીન વિજ્ઞાનમાં લોકજીવનમાં સૂર્યઉર્જાના અપાર મહત્વને ઉજાગર કયુ* છે. કમાલ એ છે કે, વર્તમાન ભારતમાં સૂર્ય નમસ્કાર જેવી પરંપરાને સાંપ્રદાયિક ગણીને બદનામ કરવાની ફેશન ચાલે છે. આવા દંભી બિનસાંપ્રદાયિકતત્વોને કહેવું જાઇએ કે સૂર્યઉર્જા સાંપ્રદાયિક હોય તો ઘરમાં સૂર્ય પ્રકાશને શા માટે આવવા દો છો ? ત્રેવડ હોય તો તડકો શરીરને સ્પર્શે નહિ તેવી વ્યવસ્થા ગોઠવી જુઓ...

બકવાસ જેવા તત્વો દેશ પર હાવી થયા હોવાથી દેશની વિશેષ ઓળખ સમાન જ્ઞાન-વિજ્ઞાન બદનામ થાય છે.

વિશ્વભરમાં ઉર્જાની કટોકટી સર્જાઇ રહી છે. વીજળી વગર માનવ જીવન સંભવ રહ્નાં નથી. વીજળી મોîઘી બની રહી છે. આ સંજાગોમાં સોલાર સિસ્ટમ ઉપકારક બને તેમ છે. પૃથ્વી પર પડી રહેલા સૂર્યપ્રકાશનો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે, સૂર્યદેવની ભારત પર વિશેષ કૃપા છે. મોટાભાગના ભારતીય વિસ્તારોમાં ભરપૂર સૂર્યપ્રકાશ ઉપલબ્ધ છે. આપણા વિકાસની ગાડી આડા પાટે ચાલી છે, તે કારણે આ કૃપાનો લાભ આપણે ઉઠાવી નથી શકતા. સોલાર એનર્જી થકી વિદેશમાં ચમત્કારો સર્જાવા લાગ્યા બાદ આપણે એ ઉર્જા તરફ ડગલુ ભયુ* છે....

આપણે એટલા વિચિત્ર બની ગયા છીએ કે જે દેવ આપણા પર ભરપૂર કૃપા વરસાવે છે તેને સાંપ્રદાયિક ગણીને અપમાનીત કરીએ છીએ. સૂર્યદેવ ઉદાર છે. પતંગ પર્વ સૂર્યદેવની સાધનાનો જ એક ભાગ છે. સૂર્યનમસ્કારને સાંપ્રદાયિક ગણાવનાર વિધર્મીના લોકો પતંગ બનાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવારો પર પણ કૃપા વરસાવવાનું સૂર્યદેવે બંધ નથી કયુ*...

આવા દેવને ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ સાક્ષાત દંડવત... II ૐ ભર્ગાય નમઃ  હ્રીં સૂર્યાય નમઃ II

(2:21 am IST)