News of Thursday, 1st February 2018

બજેટ : સમીક્ષકોનો ધંધો તેજીમાં !

તટસ્‍થ સમીક્ષકોનો દુષ્‍કાળ : રાજકીય ચશ્‍મા પહેરીને રૂપિયાનો રંગ જોવાની વૃત્તિ જોરમાં

૧૮૩પની સલામાં ર-ફેબ્રુઆરીના ીદને એક ઘટના બની હતી. સિક્કીમના મહારાજા એ રૂ. ૩પ કરોડમાં દાર્જિંલિંગ વેચી નાખ્‍યું હતું... રાજા ભલે હોય, પરંતુ પોતાના વિસ્‍તારની હરરાજી કરી નાખવી એ સારી બાબત ગણાય ? આ મુદ્દે રાજવીની ઝાટકણી કાઢી શકાય. જે તે સમયે સિક્કીમમાં કુદરતી આફત આવી હોય અને લોકવત્‍સલ રાજવી લોકોની સુખાકારી માટે પોતાનો પ્રિય વિસ્‍તાર વેચી નાખીને પણ લોકોના ચૂલા ગરમ રાખે... આવું થયું હોય તો એ રાજવીની પ્રસંશા પણ થઇ શકે.

તત્‍કાલીન સ્‍થિતિ, સાચી માહિતીના આધારે જે તે ક્ષેત્રના નિષ્‍ણાતો ખૂબ ચિંતન કરીને ઝાટકણી કાઢે કે પ્રસંશા કરે તેને સમીક્ષા' કહેવાય. નિષ્‍ણાતો દીર્ઘ અનુભવ, લાંબાગાળાનો દૃષ્‍ટિકોણ રાખીને સમીક્ષા રજૂ કરે તેનાથી લોકોને જાણકારી મળતી હોય છે. લોકમત ઘડાતો હોય છે. સિક્કીમના મહારાજાએ દાર્જિલિંગ શા માટે વેચ્‍યું હતું તે જાણવા માટે ઇતિહાસ તપાસવો પડે, પણ આજે વર્તમાનનું ચિંતન કરીએ.

આ લખાય છે ત્‍યારે કેન્‍દ્રનું બજેટ રજૂ થઇ રહ્યું છે. પહેલી નજરે બજેટ લોકોને ખુશ કરનારૂ લાગે છે. લોકપ્રિય બજેટ આવે તેવી ધારણા હતી જ, પરંતુ પૂર્ણ બજેટ આવ્‍યા વગર તેની સમીક્ષા કરવી યોગ્‍ય ન ગણાય.

ટીવી પડદે તો ગઇ રાત્રીથી જ આર્થિક ક્ષેત્રના સમીક્ષકો ગોઠવાઇ ગયા હતા. નાણાપ્રધાન અરૂણભાઇ બજેટ રજૂ કરવા પ્રથમ શબ્‍દ બોલ્‍યાત્‍યારથી જ નિષ્‍ણાતોએ સમીક્ષા શરૂ કરી દીધી ! દરેક નિષ્‍ણાત સમીક્ષક જ હોય એ જરૂરી નથી, પણ દરેક સમીક્ષક નિષ્‍ણાત હોવો જોઇએ. સમીક્ષકની વિશિષ્‍ટ લાયકાત હોય છે, એ તટસ્‍થ હોય, વિષ્‍ય-નિષ્‍ઠ હોય, સ્‍થિતિ-કાળને સમજીને અનુગ્રહ-પૂર્વગ્રહ વગર બેધડક મુલવણી કરે તે શ્રેષ્‍ઠ સમીક્ષક ગણાય.

વર્તમાન મોટાભાગના સમીક્ષકો માત્ર જે તે વિષયના જ્ઞાનમાં છબછબિયાં કરતા નિષ્‍ણાતો જ હોય છે. આજના મીડિયામાં બજેટની સમીક્ષાના ચોમેર દરિયા ઘુઘવે છે. મોટાભાગે સરકારને પાડી દેવા કે સરકારને તારી દેવા મેદાનમાં આવ્‍યા હોય છે. માત્ર સમીક્ષકો જ નહિ, રાષ્‍ટ્રીયસ્‍તરના મોટા ગણાતા મીડિયા જૂથોએ પણ તટસ્‍યતાને તડકે મૂકી દીધી છે. રાજકીય ચશ્‍મા પહેરીને જ સમીક્ષા થાય છે. અમૂક જૂથો સરકારી વાજિંત્ર જેવા બની ગયા છે અને અમૂક આદુ ખાઇને સરકાર વિરોધી બન્‍યા છે. આ સ્‍થિતિમાં તટસ્‍ય સમીક્ષાને ચાનસ જ ન હોય.

બજેટ બાદ અભિપ્રાયો આપવાની પરંપરાગત ફેશન ચાલે છે. આ ફેશન સાવ હાસ્‍યાસ્‍પદ છે. બજેટ ગમે તેવું આવે, ભાજપીઓને સારૂ જ લાગવાનું બજેટ ખૂબ જ સારૂ હોય તો પણ કોંગીજનોને યુપીએને ખરાબ જ લાગવાનું. રાહુલોથી માંડીને શેરીના ટાબરિયા જેવા કોંગીજનોએ બજેટની ઝાટકણી કાઢતી પ્રેસનોટ્‍સ ગઇ રાત્રીએ જ લખાવી દીધી હોય છે.

સમીક્ષા કે અભિપ્રાય તટસ્‍ય રહ્યા નથી. બજેટ લોકોનું કલ્‍યાણ કરે કે ન કરે, પરંતુ સમીક્ષકોનો ધંધો તેજીમાં જરૂર લાવે છે. લોકોએ આવા ધંધાર્થીઓના રવાડે ચઢવા જેવું નથી.

(10:25 am IST)
  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST

  • ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન રદ્દ કરવાનો ચુકાદો આપનાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયામૂર્તિને સુપ્રિમ કોર્ટમાં પદોન્નતિ માટે મોદી સરકારે મંજૂરીનો ઈન્કાર કર્યો!! access_time 11:45 am IST

  • ગુજરાતમાં જાણે આગ લાગવાની મોસમ ખીલી હોય તેમ હવે આજે વલસાડના તુંબ ગામમાં એક કંપનીના ગોડાઉનમાં લાગી આગ : લાખ્ખોનું નુકસાન : ફાયરબ્રિગેડની ટીમ પહોચી ઘટના સ્થળે access_time 3:00 pm IST