News of Friday, 29th December 2017

- ત્યા માનવતાની અપેક્ષા ન રખાય..

પાકિસ્તાન ના-લાયક જ છે, તેને પાડી દેવામાં પાપ નથી : કુલભૂષણનો બદલો વટથી લ્યો અથવા રોદણા બંધ કરો

ગઇકાલે કોંગ્રેસનો ૧૩ર સ્થાપના દિન ઉજવાયો હતો. ર૮ ડિસેમ્બર ૧૮૮પના દિને મુંબઇમાં સર હ્યુમને કોંગ્રેસની સ્થાપના કરી હતી. વિપક્ષ શાસક પર આક્ષેપો કરે એ નાતે રાહુલે પણ મોદી સરકાર તથા ભાજપ પર આક્ષેપોની ઝડી વરસાવી.. સ્થાપના દિનના રાહુલના પ્રવચનમાં એક વાક્ય આવ્યું- 'ચૂંટણી સમયે કોંગ્રેસના વકતાઓ હિન્દુત્વ વિરોધી વાતો ન કરે...'

 

લઘુમતી વોટબેંકનો ગરાસ લૂંટાઇ જતા કોંગ્રેસે હવે બહુમતીનો પ્રેમ જીતવો અનિવાર્ય છે. આ પ્રેમ જીતવા ગુજરાતમાં કોંગ્રેસે જે પ્રયોગ કર્યો તેમાં જ્ઞાતિવાદ ભડકાવવાની નીતિ રહી હતી. બહુમતીના મતો માટે દેશમાં આવા પ્રયોગો થશે તો મોટું જોખમ ઉભું થઇ શકે છે. આંતરિક લડાઇના કારણે મહાકાય ભારત વિશ્વ સામે લાચાર જેવો છે. પક્ષોની આવી નીતિના કારણે લોકો અને પક્ષો એબીજાને પાડી દેવા શકિત વાપરે છે અને વિશ્વસ્તરે દેશ 'પડી' રહ્યો છે.

તાજુ જ ઉદાહરણ છે. ગઇકાલે ભારતની લોકસભામાં પાકિસ્તાન હાય-હાયના નારા લાગ્યા. પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવના પત્ની અને માતાની મુલાકાતમાં પાકિસ્તાની બદસલુકી મુદ્દે ચર્ચા ચાલતી હતી. લગભગ તમામ પક્ષોએ આક્રોશ ઠાલવ્યો. વિદેશ પ્રધાન સુષ્માજી બોલ્યા- 'કુલભૂષણના પરિવાર સાથે પાકિસ્તાને માનવતા વગરનો વ્યવહાર કર્યો...'

પાકિસ્તાનની નીંદા કરીએ તેટલી ઓછી ગણાય. સવાલ એ છે કે, નીંદા કર્યે રાખવાથી શું વળે ? ભારતના શાસક-વિપક્ષોમાં ત્રેવડ હોય તો કરાચી જઇને હાય-હાયના નારા લગાવે તો પરાક્રમ કર્યું ગણાય. ભારતના રાજકીય પક્ષો ભારતીયોને સારૂ લગાડવા જ પાકિસ્તાન હાય-હાયના નારા લગાવે છે. જરૂર છે પાકિસ્તાનની ઉંઘ હરામ થઇ જાય તેવી કાર્યવાહીની...

મોદી સરકારે પાકિસ્તાનને ભરડો લીધો છે. આક્રમક નીતિ અખત્યાર કરી છે, પરંતુ હજુ ઘણું ખુટે છે. પાકિસ્તાને માનવતા મૂકી તેવું નિવેદન હાસ્યાસ્પદ ગણાય. રાક્ષસ પાસે માનવતાની અપેક્ષા રાખવી એ જ મૂરખાઇ ગણાય. પાકિસ્તાન નાલાયક છે એ બાબત ભારતને તેના સર્જન સમયથી જ ખબર પડી ગઇ હતી. આવા નાલાયકો પાસે માનવતાની અપેક્ષા હોય જ નથી.

કુલભૂષણ અને તેના પરિવાર સાથે થયેલો વ્યવહાર સમગ્ર ભારતનું ઘોર અપમાન છે. આવું અપમાન સહીને હાય-હાયના નારા લગાવવાથી કંઇ વળવાનું નથી. રાક્ષસ સામે માનવતા દાખવવાની પણ જરૂરત નથી. કોઇપણ ભોગે પાડી દેવાની નીતિ અખત્યાર કરવી જરૂરી છે. આ માટે સમગ્ર ભારતે એક અને નેક થવું પડે.

... પણ અફસોસ એ છે કે, પક્ષો ખુદની તાકાત વધારવા ભારતીયોને પ્રાંત-જ્ઞાતિમાં વિભાજિત કરીને અંદરોઅંદર અથડાવવાના કારસા ઘડે છે. રાજકીય પક્ષોને રાષ્ટ્રભકત બનાવવા ક્ષમતા ભારતીયો પાસે છે, ભારતીયો જાગૃત થાય તો જ પક્ષોએ રાષ્ટ્રહિતમાં સક્રિય બનવા ફરજ પડે. આવું નથી થતું તેથી રાક્ષસો સામે આપણે હાય-હાયના રોદણા રડવા પડે છે...

(1:46 am IST)
  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST

  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • દલીતો ઉપરના અત્યાચારના વિરોધમાં ધોરાજીમાં એક યુવકે શર્ટ કાઢીને નવતર વિરોધ વ્યકત કર્યો હતો અને ગળામાં માટીની માટલી પહેરીને સરકાર સામે આક્રોશ વ્યકત કરીને દલીતો ઉપર અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા access_time 5:29 pm IST