News of Sunday, 21st January 2018
ટીમ ઇન્ડિયા બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં ચેમ્પિયન :ફાઇનલમાં પાકિસ્તાનને પરાજય આપી બીજીવાર વર્લ્ડકપ પર કબ્જો કર્યો
ભારતે જીતનો લક્ષ્ય 38.4 ઓવરોમાં 8 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો : સુનીલ રમેશે 93, અને અજય કુમાર રેડ્ડીએ 62 રન ફટકાર્યા
દુબઇ :ટીમ ઇન્ડિયા ફરી એક વખત બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ ચૅમ્પિયન બન્યું છે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 2 વિકેટથી પરાજય આપ્યો છે ભારતે સતત બીજી વખત વર્લ્ડ કપ પર કબજો જમાવ્યો.છે
રોમાંચક ફાઈનલમાં ભારતે જીતનો લક્ષ્ય 38.4 ઓવરોમાં 8 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો ભારત તરફથી સુનીલ રમેશે 93 રન અને અજય કુમાર રેડ્ડીએ 62 રન ફટકાર્યા હતા
આ પહેલા ટૉસ હારીને પ્રથમ બૅટિંગ કરતા પાકિસ્તાને કહ્યું હતું 40 ઓવરમાં 307/8 રન બનાવ્યાં હતાં.પ્રથમ સેમીફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.જ્યારે બીજી સેમીફાઈનમાં પાકિસ્તાનની ટીમ શ્રીલંકાના 156 રનોને મ્હાત આપીને ખિતાબી મુકાબલામાં ઉતરી હતી.
(11:44 am IST)