ખેલ-જગત
News of Saturday, 31st October 2020

ભારતીય ક્રિકેટર્સની સાથે તેમની પત્નિ-બાળકો પણ જશે ઓસ્ટ્રેલીયા: BCCIએ આપી છુટછાટ

પ્રથમ વન ડે 27 નવેમ્બરે, બીજો 29 નવેમ્બર અને ત્રીજો પહેલી ડિસેમ્બરે રમાશે

મુંબઈ : ટીમ ઇન્ડિયા યુએઇથી જ સીધા જ ઓસ્ટ્રેલીયાના પ્રવાસ માટે રવાના થઇ જશે. આ પ્રવાસ દરમ્યાન ભારતીય ખેલાડી પોતાના પરીવારની સાથે લઇ જઇ શકે છે. એક અંગ્રેજી સમાચાર પત્રના મુજબ ભારતીય ખેલાડીઓની પત્નિ અને તેમના બાળકો ઓસ્ટ્રેલીયાના પુરા પ્રવાસ દરમ્યાન ખેલાડીઓની સાથે રહી શકે છે. બીસીસીઆઇએ ખેલાડીઓને આશ્વાસન આપ્યુ છે કે, તેઓ તેમના પરીવાર સાથે જ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે જઇ શકે છે. આ પહેલા કેટલાંક પ્રતિબંધો, અનિવાર્ય બાયો બબલ અને અન્ય કારણોને જોતા, બીસીસીઆઇ ખેલાડીઓને પરીવાર સાથે પ્રવાસ કરવા માટે આશ્વત નહોતુ. પરંતુ બાદમાં હવે તેણે હકારો ભર્યો છે

  ખેલાડી, કોચીંગ સ્ટાફ ને તેમના પરીવાર માટે બાયો-બબલ નિર્માણ કરવુ પડશે. જોકે હાલ તો બીસીસીઆઇ એ આ મામલે હવે લીલી ઝંડી દર્શાવી દીધી છે. કારણ કે સિનીયર ખેલાડીઓએ પોતાના પરીવારને પોતાની સાથે લઇ જવા માટે બોર્ડ સમક્ષ આગ્રહ કર્યો હતો. જોકે યુએઇમાં ખેલાડીઓ પોતાના પરીવાર સાથે પહોંચશે કે નહી તેનો નિર્ણય બીસીસીઆઇએ ફ્રેંન્ચાઇઝીઓ પર છોડી દીધો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ ના ખેલાડીઓને પરિવારને સાથે રાખવાની આ સિઝનમાં અનુમતિ નહોતી આપી. વળી તેની સામે મુંબઇ ઇન્ડિયન્સે પોતાના ખેલાડીઓને આની અનુમતી આપી હતી. વિરાટ કોહલી પણ પોતાની પત્નિ અનુષ્કા શર્મા સાથે યુએઇમાં છે. તેમજ તે ટીમના અન્ય ખેલાડીઓ સાથે નહી પરંતુ ચાર્ટર પ્લેનથી મુંબઇથી દુબઇ આવ્યો હતો.ખેલાડીઓની પત્નિ અને ગર્લફેન્ડને લઇને બીસીસીઆઇની નીતી અલગ અલગ રહી છે.

   બીસીસીઆઇએ વર્ષ 2018 માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા ના પ્રવાસ પર ખેલાડીઓના પરીવાર અને ગર્લફેન્ડની સાથે જવા માટે અનુમતી અપાઇ હતી. તો વળી ગઇ સાલ વર્ષ 2019માં વન ડે વલ્ડકપમાં ફક્ત 21 દીવસ માટે જ ખેલાડીઓને પરીવાર સાથે રહેવા માટે પરવાનગી અપાઇ હતી. ભારતીય ખેલાડીઓ પોતાના પરીવાર સાથે જ ટી-20 લીગની ફાઇનલ મેચ બાદ ઓસ્ટ્રેલીયાના પ્રવાસ માટે રવાના થશે. ત્યાં પહોચ્યા બાદ 14 દીવસ માટે જરુરી આઇસોલેશનમાં વિતાવવુ પડશે. આ દરમ્યાન એક સપ્તાહ બાદ ટ્રેનિંગની પરવાનગી આપવામાં આવશે. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલીયાના પ્રવાસ દરમ્યાન પ્રથમ ત્રણ વનડે મેચની સીરીઝ, બાદમાં ત્રણ ટી-20 મેચ અને બાદમાં ચાર ટેસ્ટ મેચ સીરીઝમાં ભાગ લેવાનો છે. પ્રથમ વન ડે 27 નવેમ્બરે, બીજો 29 નવેમ્બર અને ત્રીજો પહેલી ડિસેમ્બરે રમવામાં આવશે.

(10:03 am IST)