ખેલ-જગત
News of Monday, 30th November 2020

સિડની વનડે મેચમાં ભારતીય યુવાને દિલ જીત્યું : યુવતીને પ્રપોઝ કર્યું : ઓસ્ટ્રેલિયન લેડીએ હા પાડી

કપલ કિસ તેમજ હગ કરે છે : મેદાન પર ઓલરાઉન્ડર મેકસવેલે પણ ખુશ થઇને કલેપ કરી

સિડની તા. ૩૦ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ખાતેના બીજા મેચમાં મેદાન પર ભારતીય ટીમનું પ્રદર્શન ફરી એકવખત નિરાશાજનક રહ્યું હતું. જોકે, મેદાન બહાર ભારતના એક યુવાને દિલ જીત્યું. તેણે ચાલુ મેચમાં પ્રપોઝ કર્યું, જેને કેમેરામાં કેપ્ચર કરવામાં આવ્યું હતું.

બ્રોડકાસ્ટર ફોકસ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ભારતીય યુવાન ઓસ્ટ્રેલિયન લેડીને પ્રપોઝ કરતો જોવા મળે છે છોકરી તેનું પ્રપોઝલ એકસેપ્ટ કરતા હા પાડીને રીંગ પહેરે છે પછી કપલ કિસ તેમજ હગ કરે છે. આ દ્રશ્યો જોઇને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેકસવેલ પણ ખુશ થઇને કલેપ કરે છે.

(2:32 pm IST)