ખેલ-જગત
News of Monday, 30th January 2023

લાંબા સમય બાદ મેદાનમાં પાછા આવતા આત્‍મવિશ્વાસ થોડો ઓછો થયો હતોઃ જાડેજા

લાંબી બોલીંગ સ્‍પેલ માટે હું ટેવાયેલો છું, બોલીંગ કરવાની મજા આવી

નવી દિલ્‍હીઃ ઘુંટણની ઇજાના કારણે ગયા વર્ષના સપ્‍ટેમ્‍બરથી ક્રિકેટથી દૂર રહેલ ભારતીય ક્રિકેટ સ્‍ટાર હવે આ મહિને સાજા થઇ ગયા પછી તેમણે પોતાની ફીટનેશ ચકાસવા ઓસ્‍ટ્રેલીયા સામેની ટેસ્‍ટ સીરીઝ પહેલા રણજી ટ્રોફીમાં રમી રહયો છે. રવિન્‍દ્ર જાડેજાએ કહયું લાંબા સમય પછી રમ્‍યો, ઘણું સારુ લાગ્‍યું આશા છેકે હું સારો દેખાવ કરી રહયો છું. પહેલા દિવસે થોડું અઘરૂ લાગ્‍યું પણ જેમ જેમ દિવસ વીતતો ગયો હતો મને સારૂ લાગ્‍યું. જયારે તમે ફર્સ્‍ટ કલાસ મેચમાં પાંચ વિકેટો મેળવો તો તે સારૂ જ કહેવાયષ્ટ

સૌરાષ્‍ટ્રનો આ ખેલાડી ભારતીય ક્રિકેટ ટીમનો એક મહત્‍વનો હિસ્‍સો છે. ખાસ કરીને રેડ બોલ મેચમાં. જેમાં તેમણે બેટ અને બોલ સાથે સાતત્‍યપૂર્ણ દેખાવ કરેલ છે. ડબલ્‍યુ ટીસી ફાઇનલમાં પહોંચવા માટે આગામી ઓસીઝ શ્રેણી બહુ મહત્‍વપૂર્ણ છે. જાડેજાએ સ્‍વીકાર્યુ કે ક્રિકેટમાં પાછા ફર્યા પહેલા તેનો આત્‍મવિશ્વાસ ઓછો થયો હતો પણ તમિલનાડુ સામેના દેખાવથી તે ખુશ છે.ઓસ્‍ટ્રેલીયા સામેના પ્રથમ બે ટેસ્‍ટમેચની ટીમમાં જાડેજાનું નામ આપવા છતા લાંબા સમયથી બહાર હોવાના કારણે તેની ફીટનેશ અંગે સવાલો ઉભા થયા હતા. જોકે તમિલનાડું સામેના મેચમાં ૪૨ ઓવર નાખીને આ ડાબોડી સ્‍પીનરે કહયું લાંબા બોલીંગ સ્‍પેલ માટે હું ટેવાયેલો છું મને મજા આવી હતી. બોલ ટર્ન થઇ રહયો હતો. અને પીચ મને મદદ કરતી હતી. સદભાગ્‍યે મને વિકેટો પણ મળી હતી.

(3:39 pm IST)