ખેલ-જગત
News of Thursday, 29th September 2022

સૂર્યકુમાર યાદવે એક વર્ષમાં ફટકારી સૌથી વધુ સિક્‍સર : તોડયો મોહમ્‍મદ રીઝવાનનો રેકોર્ડ

નવી દિલ્‍હી,તા.૨૯ : ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે પહેલી ટી૨૦ મેચમાં જીત -ાપ્ત કરી છે. આ સાથે જ ટીમ ઇન્‍ડીયા સીરીઝમાં ૧-૦થી આગળ છે. ભારત તરફથી સૂર્યકુમાર યાદવ સૌથી મોટા મેચ વિનર તરીકે સામે આવ્‍યા છે. તેમને કારણે જ ટીમ ઇન્‍ડિયાને જીત મળી છે. સૂર્યકુમાર યાદવે સાઉથ આફ્રિકા સામે બે મોટા રેકોર્ડ બનાવ્‍યા છે. તેમણે ધવન અને મોહમ્‍મદ રીઝવાનને પછાડ્‍યા છે.

 સૂર્યકુમાર યાદવે સાઉથ આફ્રિકા સામે ૩૩ બોલમાં ૫૦ રન બનાવ્‍યા છે, જેમાં ૫ ચોક્કા અને ત્રણ લાંબી સિક્‍સર પણ સામેલ છે. એક સમયે ટીમ ઇન્‍ડિયા રોહિત શર્મા અને વિરાટ કોહલીનાં આઉટ થયા બાદ મુશ્‍કેલીમાં મુકાયેલી હતી, પણ સૂર્યકુમાર યાદવે પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર ટીમને જીત અપાવી હતી.

 પાકિસ્‍તાનનાં બેટ્‍સમેન મોહમ્‍મદ રીઝવાને વર્ષ ૨૦૨૧માં ટી૨૦ ક્રિકેટમાં ૪૨ સિક્‍સર ફટકારી છે. તેમણે એક વર્ષમાં સૌથી વધારે સિક્‍સરનો રેકોર્ડ બનાવ્‍યો હતો, પણ હવે ભારતનાં સૂર્યકુમાર યાદવે તેમનો આ રેકોર્ડ તોડ્‍યો છે. સૂર્યાએ વર્ષ ૨૦૨૨માં અત્‍યાર સુધીમાં ૪૫ સિક્‍સર ફટકારી છે. આ -કારે એક વર્ષમાં સૌથી વધારે સિક્‍સરનો રેકોર્ડ સૂયકુમાર યાદવે પોતાના નામે કર્યો છે. 

(3:58 pm IST)