News of Saturday, 29th January 2022
રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડનો ફેસ બુર્જ ખલીફા પર પ્રોજેકટ કરાવી તેનો બર્થ-ડે ઉજવ્યો!
નવી દિલ્હીઃ ફુટબૉલ જગતના સુપર સ્ટાર પોર્ટુગલ અને મેન્ચેસ્ટર યુનાઈટેડના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ દુબઈમાં વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પર ગર્લફ્રેન્ડ જોજિના રોડ્રિગેઝનો ફેસ પ્રોજેકટ કરાવીને તેનો ૨૮મો બર્થ-ડે યાદગાર રીતે ઊજવ્યો હતો.
રોનાલ્ડોએ ત્રણ મિનિટની આ પ્રમોશનલ ઇવેન્ટ માટે ૫૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૫૧ લાખ રૃપિયા)નો ખર્ચ કર્યો હોવાનું મનાય છે. બુર્જ ખલીફા પર અમુક ચોક્કસ સમયે જોર્જિનાનો ચહેરો અને બીજી ઇમેજિસ બતાવાયા ત્યારે લાઇટ અને લેસર-શો પણ થયો હતો અને છેલ્લે 'હેપી બર્થડે જિયો' લખાયુ હતુ.
(3:14 pm IST)