ખેલ-જગત
News of Thursday, 26th November 2020

૭૦ જેટલી ગાયો પંજાબથી લાવવામાં આવી હતી

ધોનીના ફાર્મહાઉસમાં દરરોજ ૩૦૦ લીટર દૂધનું ઉત્પાદનઃ ઓર્ગેનિક શાકભાજીનું વેચાણ

નવીદિલ્હીઃ ધોનીના ફાર્મ હાઉસમાં દૈનિક લગભગ ૩૦૦ લીટર દુધનુ ઉત્પાદન થઇ રહ્યુ છે. તેનુ દુધ પણ સીધુ જ બજારમાં વેચાઇ રહ્યુ છે. ૫૫ રૂપીયા પ્રતિ લીટર દુધ વેચાઇ રહ્યુ છે. ધોનીના ફાર્મની ડેરીની દેખરેખ રાખી રહેલા ડો. વિશ્વરંજને કહ્યુ છે કે, ધોનીએ ભારતીય નસલની સાહીવાલ અને ફ્રાન્સની નસલની ફ્રીઝિયન ગાયને રાખી છે. ધોનીની ગૌ શાળામાં હાલમાં ૭૦ જેટલી ગાયો છે. જે તમા ગાયો પંજાબથી લાવવામાં આવી હતી. ધોનીના ફાર્મહાઉસની દેખરેખ શિવનંદન અને તેની પત્નિ સુમન યાદવ કરી રહ્યા છે. તેમની જ જવાબદારી પર શાકભાજીનો પુરો કારોબાર ચાલે છે.

શિવનંદને બતાવ્યુ હતુ કે અત્યાર સુધીમાં લાખો રૂપિયા તેમણે ધોનીના એકાઉન્ટમાં નાંખ્યા છે. ધોનીએ પોતાના ફાર્મ હાઉસની ઉત્પાદિત શાકભાજી અને ડેરી ફાર્મથી ખુબ ખુશ છે. ધોની જયારે રાંચી માં રહે છે, તો તે પ્રત્યેક બે ત્રણ દિવસે અહી પોતાના ફાર્મને જોવા માટે જરુર આવે છે. તેમણે બતાવ્યુ કે જે રીતે શાકભાજીનુ ઓર્ગેનિક રૂપથી ઉત્પાદન થઇ રહ્યુ છે તો ધોનીએ તેને જોઇને ખુબ ખુશ છે. શાકભાજી અને દુધ વેચીને જે પણ પૈસા મળે છે તે સીધા જ ધોનીના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. ધોની ના ડેરી ફાર્મમાં રાખવામાં આવેલી ગાયો ની પાસે આવીને પણ ધોની કેટલીક પળો વિતાવે છે.

(4:05 pm IST)