ખેલ-જગત
News of Thursday, 26th May 2022

એશિયા કપ હોકીમાં ભારતે વગાડ્યો ડંકો :ઈન્ડોનેશિયાને હરાવીને સુપર ફોરમાં પહોંચ્યું: પાકિસ્તાન બહાર ફેકાયું

ભારતીય હોકી ટીમે એશિયા કપ 2022માં ઈન્ડોનેશિયાને 16-0થી હરાવીને સુપર 4 માટે ક્વોલિફાઈ થઈ ગઈ: ભારતે રેકોર્ડ જીત મેળવી

મુંબઈ :હોકી એશિયા કપ 2022માં ભારતના સિતારાઓ ચમક્યાં છે. ભારતીય હોકી ટીમે આજની મેચમાં ઈન્ડોનેશિયાને 16-0થી હરાવીને સુપર 4 માટે ક્વોલિફાય કરી લીધું છે. એટલું જ નહીં પરંતુ ભારતની જીત સાથે પાકિસ્તાન ટૂર્નોમેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે

 ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે રમાયેલી મેચ ખુબ જ રસપ્રદ રહી હતી. ભારતે બીજા ક્વાર્ટરના અંત સુધીમાં 6-1ની લીડ મેળવી લીધી હતી. આ પછી ભારતે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં 16-0થી વિજય મેળવ્યો હતો

આ રમત માટે ભારતીય ખેલાડી પવન રાજભરને પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. 

એશિયા કપ 2022ના નોકઆઉટમાં જગ્યા બનાવવા માટે ટીમ ઈન્ડિયાને આ મેચમાં મોટી જીતની જરૂર હતી. ટીમ ઈન્ડિયાએ પણ આવું જ કર્યું અને 16-0ના સ્કોરથી જીત મેળવી હતી.ભારતે આ મેચમાં શરૂઆતથી જ દબાણ જાળવી રાખ્યું હતું અને પ્રથમ ક્વાર્ટરમાં જ ગોલ કર્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ સ્કોરની ઝડપ વધારી દીધી હતી, પ્રથમ ક્વાર્ટરમાં ભારતનો સ્કોર 3-0 હતો, જે બીજા ક્વાર્ટરમાં 6-0 થઈ ગયો. ત્રીજા ક્વાર્ટરમાં સ્કોર 10-0 થઈ ગયો હતો અને અંતે સ્કોર 16-0 થઈ ગયો. આ સાથે ટીમ ઈન્ડિયાએ ઈન્ડોનેશિયા સામે જોરદાર જીત નોંધાવી હતી.

ભારતની ક્વોલિફિકેશન ઉપરાંત જાપાન, કોરિયા અને મલેશિયા પણ વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઈ ચૂક્યા છે. જ્યારે પાકિસ્તાનનું પત્તુ વર્લ્ડકપથી કપાઈ ગયું છે. સાથે જ જો આ એશિયા કપની વાત કરીએ તો જાપાન અને ભારત નોકઆઉટ મેચ માટે ક્વોલિફાય થઈ ગયા છે. આ મેચની અસર 2023માં હોકી વર્લ્ડ કપ પર પણ પડી છે. કારણ કે અહીં મોટા અંતરથી મેચ જીતનારી ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ હોત. હવે જ્યારે ભારતે જીત નોંધાવી છે, ત્યારે તે વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઈ ચૂક્યું છે અને પાકિસ્તાન બહાર ફેંકાઈ ગયું છે. એશિયા કપ ટેલીમાં જાપાનના 9 અંક છે, જ્યારે ભારતના 4 અંક છે. ભારતે આ એશિયા કપમાં અત્યાર સુધીમાં 19 ગોલ કર્યા છે, જ્યારે 6 ગોલ કર્યા છે. આવી સ્થિતિમાં તેનો સ્કોર +13 છે, જેના કારણે તેને આગળ વધવામાં મદદ મળી છે.

(8:32 pm IST)