News of Saturday, 25th June 2022
મેડવેડેવ ગ્રાસ કોર્ટ પરથી સતત ત્રીજી ફાઇનલ હાર્યો
વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી ડેનિયલ મેડવેડેવ મલ્લોર્કા ચૅમ્પિયનશીપની કવૉટર ફાઇનલમાં રૉબર્ટો બોટિસ્ટા ઍગટ સામે ૩-૬, ૨-૬થી હારી જતાં સ્પર્ધાની બહાર થઇ ગયો હતો. તેને માટે આ સીઝન ગ્રાસકોર્ટ પર એક પણ ટાઇટલ વિનાની ગઇ છે. વધુ નવાઇની વાત એ છે કે તે ગ્નાસ કોર્ટ પરની લાગલગાટ ત્રીજી ફાઇનલ હારી ગયો છે. આ મહિનાની શરૂઆતમાં તે નેધરલૅન્ડ્સની સ્પર્ધાની ફાઇનલ અને પછી જર્મનીની ટુર્નામેન્ટની ફાઇનલ હાર્યો હતો. હવે તે સ્પેનમાં ગ્રાસ કોર્ટ પરથી જ મલ્લોર્કા ચેમ્પિયનશીપ હારી ગયો છે. રશિયન ખેલાડીઓ પરના પ્રતિબંધને કારણે તે સોમવારે શરૂ થતી ગ્રાસ કોર્ટ પરની વિમ્બલ્ડનમાં નહીં જોવા મળે.
(4:33 pm IST)