ખેલ-જગત
News of Tuesday, 24th November 2020

૨૦ વર્ષના કેરિયરમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરનાર રેસલિંગ લેજેન્ડ ધ અંડરટેકરની ‘ડબલ્યુડબલ્યુઈ’ યુનિવર્સને અલવિદા

નવી દિલ્હીઃ રેસલિંગ લેજેન્ડ અંડરટેકરે WWE યૂનિવર્સને અલવિદા કરી દીધું છે. અંડરટેકરે સર્વાઇવર સિરીઝ દરમિયાન વિદાય લીધી છે

રવિવારે 55 વર્ષના અંડરટેકરે પોતાના કેરેક્ટરને અનુરૂપ હાવભાવ અને કોસ્ટ્યૂમની સાથે છેલ્લીવાર રિંગમાં પગ મુક્યો હતો

એનાઉન્સરે રિંગમાં આવીને અંડરટેકરના ફેરવેલની જાહેરાત કરી હતી. ત્યારબાદ અંડરટેકરે રિંગમાં શાનદાર એન્ટ્રી કરી હતી. પોતાના કરિયર વિશે વાત કરી હતી. સાથે તેમણે જણાવ્યું કે, તેનો સમય આવી ચુક્યો છે

ફેન્સે 'થેંક યૂ ટેકર' કહી તેને વિદાય આપી હતી. દરમિયાન ટેકર ખુદ ભાવુક થઈ ગયા હતા. સાથે તે છેલ્લીવાર WWEના ટેલીવિઝન પર Survivor Seriesમા જોવા મળ્યો.

તે રિંગમાં અંડરટેકર નામથી જાણીતા રહ્યા. તેમનું સાચુ નામ માર્ક વિલિયમ કાલાવે છે. તેમનો જન્મ 24 માર્ચ 1965ના હ્યૂસ્ટનમાં થયો હતો. તેમણે 22 નવેમ્બર 1990ના સર્વાઈવર સિરીઝથી ડબ્લ્યૂડબ્લ્યૂઈ પર્દાપણ કર્યુ હતું.

હાલમાં એક ઈન્ટરવ્યૂમાં અંડરટેકરે કહ્યુ હતુ કે પોતાના કરિયર પર ગર્વ છે. 20 વર્ષના લાંબા કરિયરમાં ઘણી મોટી સિદ્ધિ હાસિલ કરી છે. હવે દરેક પ્રશંસકને તેની ખોટ પડશે. 

(5:43 pm IST)