ખેલ-જગત
News of Tuesday, 24th May 2022

મારા કાઉન્‍ટીના દેખાવની ગણતરી કરાઇ એનાથી ખુબ ખુશ છું: પુજારા

નવી દિલ્‍હી : જુલાઇની શરૂઆતમાં ઇંગ્‍લેન્‍ડમાં રમાનારી એકમાત્ર ટેસ્‍ટ(જેનો સિરીઝમાં ભારત ૨-૧ થી આગળ છે.)માટેની ટીમમાં સ્‍થાન પામેલા ચેતેશ્વર પુજારાએ કહ્યું કે સસેકસ કાઉન્‍ટી ક્‍લબ વતી હું જે રમ્‍યો એનાથી મને ઘણો ફાયદો  થશે .

હું તો કહું છુ કે મારા તાજેતરના કાઉન્‍ટીમાંના પર્ફોર્મન્‍સની ગણતરી કરવામાં આવી એનો મને બેહદ આનંદ છે. હમણા જ કાઉન્‍ટી મેચો રમ્‍યો છું એટલે ઇંગ્‍લેન્‍ડની પિચ તથા અન્‍ય પરિસ્‍થિતિથી ઘણો વાકેફ છું.

(3:03 pm IST)