મહિલા ટી૨૦ ચેલેન્જ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ
સુપરનોવાસ, ટ્રેલ બ્લેઝર્સ અને વેગ એમ ત્રણ ટીમો વચ્ચે મુકાબલા, ર૮મી સુધી ચાલશે જંગ
નવી દિલ્હીઃ મહિલા ટી૨૦ ચેલેન્જ ટૂર્નામેન્ટ આજે સોમવાથી શરૂ થવા જઇ રહી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ એમસીએ સ્ટેડિયમમાં ટ઼્ેલબ્લેઝમાં અને સુપરનોવા વચ્ચે રમાશે. ટ્રેલબ્લેઝર્સની કપ્તાની સ્મૃતિ મંધાના દ્વારા કરવામાં આવી છે.અને સુપરનોવાસની કપ્તાની હરમનપ્રીત કૌર કરી રહી છે. આ લીંગમાં ત્રણ ટીમો છે અને તમામમાં ૧૬ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યુ છે.
સુપરનોવાસઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), તાનિયા ભાટિયા, એલેના કિંગ, આયુષ સોની, ચંદુ વી. ડિઆન્ડા ડોટિન, હરલીન દેઓલ, મેધના સિંહ, મોનિકા પટેલ, મુસ્કાન મલિક પૂજા વષાાકર, પ્રિયા પુનિયા, રાશિ કનોજિય, સોફી એકલેસ્ટોન, સૂન લ્યુસ અને માનસી જોશી.
ટ્રેસબ્લેઝર્સઃ સ્મૃતિ મંધાના (કેપ્ટન), પૂનમ યાદવ, અરુંધતિ રેડ્ડી, હેલી મેથ્યુસ, જેમિમા રોડ્રિગ્સ, પ્રિયંકા પ્રિયદર્શીની, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ, રિચા ઘોષ,એસ મેઘના, સાયકા ઇશાક, સલમા ખાતૂન, શર્મિન અખ્તર, શર્મિન અખ્તર અને સુપ્રિયા મલિક, એસબી પોખરકર.
વેગઃ દીપ્તિ શર્મા (કેપ્ટન), સ્નેહ રાણા, શેફાલી વર્મા, અયાબોંગા ખાકા, કેપી નવગીરે કેથરીન ક્રોસ, કીર્તિ જેમ્સ, લોરા વોલ્વાર્ટ, માયા ઁસોનવને, નાથાકેન ચેંતમ, રાધાયાદવ, આરતી કેદાર, શિવલી શિંદે, સિમરન બહાદુર, યસ્તિકા બહાદુર અને યસ્તિકા પ્રણવી ચંદ્રા.
ટુર્નામેન્ટ શેડયુલ
મેચ૧. ૨૩ મે, સાંજે ૭.૩૦ પીએમ-ટ્રેસબ્લેઝર્સ વિ.સુપરનોવાસ મેચ ૨. ૨૪મે, બપોરે ૩.૩૦ પીએમ - સુપરનોવાસ વિ. વેલોસિટી, ત્રીજી મેચઃ ૨૬ મે, સાંજે ૭.૩૦ પીએમ વેલોસિટી વિ.ટ્રેસબ્લેઝર્સ અંતિમ ૨૮મે, સાંજે ૭.૩૦ કલાકે