ખેલ-જગત
News of Wednesday, 22nd March 2023

ઇજાના લીધે મુખ્ય ખેલાડીઓ ગુમાવ્યા છતાં અમારી ટીમે બેસ્ટ પર્ફોમન્સ કર્યુ પણ સફળતા ન મળી

ગુજરાત જાયન્ટસના મિતાલી રાજ કહે છે

નવી  દિલ્હીઃ સૌપ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીઍલ) માં ૮માંથી ૬ લીંગ મેચ હારી જવા બદલ પોઇન્ટ્સ-ટેબલમાં છેલ્લા નંબરે રહેનાર ગુજરાત જાયન્ટ્સની ટીમ-મેન્ટરઅને  ઓ હેડ-કોચ રેચલ હેઇન્સનું કહેવું છે કે ટુર્નામેન્ટ શરૂ થઇ ત્યારે કેટલાક મહત્વના ખેલાડીઓ ટીમે ગુમાવવા પડયા ઍને કારણે પછીથી ટીમ બનાવવામા ંતકલીફ પડી હતી.

ઓસ્ટ્રેલિયન ઓપનાર બેથ મૂનીને ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન નીમવામાં આવી હતી, પરંતુ સ્પર્ધાના પહેલા જ દિવસે આ આપનારને પગમાં ઇજા થતાં તે પછીની ઍક પણ મેચ નહોતી રમી શકી અને તેની ગેરહાજરીથી ટીમને મોટો ફટકો પડયો હતો. સ્નેહ રાણાને પછીની મેચોમા ંકેપ્ટનસી સોપાઇ હતી.

 અદાણી ગ્રુપની માલિકીના આ ફેન્ચાઇઝીઍ બહાર પાડેલી  સતાવાર યાદીમાં મિતાલી રાજે જણાવ્યું હતું, સાચું કહું તો અમારી ટીમ ઘણી હતી અને દરેક   ખેલાડીઓ જીતવા માટે બેસ્ટ પર્ફાર્મ કયું પરંતુ મેચનો પરિણામ અમારી તરફેણમાં ન આવ્યો અને ીસઝનમાં અમે સફળ ન થઇ શકયાં ટુર્નામેન્ટની શરૂઆતમાં જ અમે કેટલાક  ેખેલાડીઓ ગુમાવ્યા જેને લીધે દરેક મેચ માટે ટીમ બનાવવામાં તકલીફ પડી હતી.,

(3:28 pm IST)