ખેલ-જગત
News of Friday, 22nd January 2021

અન્ડર ૧૬ લોન ટેનીસ ટુર્નામેન્ટમાં રાજકોટની ધન્વીએ નામ રોશન કર્યુ

રાજકોટ તા. ૨૨ : ગ્રીનવુડ સ્પોર્ટસ એકેડમી (જીએસએ) રેસકોર્ષ ખાતે અન્ડર ૧૬ લોન ટેનીસ ટુર્નામેન્ટ યોજાઇ જતા ભાવનગર, આણંદ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરતના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગર્લ્સની ફાઇનલ રમાઇ જતા ધનવી કાલેએ આણંદની જાનકી પટેલને ૬/૪, ૬/૧ થી હરાવી ખિતાબ હાંસલ કરી રાજકોટનું નામ રોશન કરેલ.

(2:50 pm IST)