ધોની બન્યો રોકસ્ટાર : કરી ધમાકેદાર એકિટંગ
ધોનીનો તો એક વિડિયો સોશિયલ મિડિયા પર ધૂમ મચાવી રહ્યો છે
દુંબઇ,તા. ૨૧: ૧૯ સપ્ટેમ્બરથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ-૨૦૨૧) ક્રિકેટ સ્પર્ધાની ૧૪મી આવૃતિના દ્વિતીય ચરણનું આયોજન કરાશે. પહેલા હાફમાં ભારતમાં ૨૯ મેચો રમાઇ હતી, પણ કોરોના વાયરસ રોગચાળાનો ફેલાવો થવાને કારણે સ્પર્ધાને અટકાવી દેવી પડી હતી. હવે બીજા ચરણની મેચો યુએઇમાં રમાશે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમો ત્યાં પહોંચી ગઇ છે. ચેન્નાઇ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો તો એક વિડિયો સોશિયલ મિડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.ધોની એમાં એકદમ નવી હેરસ્ટાઇલ સાથે અને લુકમાં દેખાય છે. એણે રંગબેરંગી કપડાં પહેર્યા છે અને વાળ પણ સોનેરા રંગથી રંગ્યા છે. આ વિડિયો ગજબ એટલા માટે છે કે ધોની સામાન્ય રીતે શાંત સ્વભાવની છાપ ધરાવે છે. પણ આ વિડિયોમાં તે મસ્તીભર્યા મુડમાં દેખાય છે. તે આ વિડિયોમાં બોલે છે : 'મેહરબાન-સાહેબાન, આઇપીએલના કદરદાન, બચ્ચા પહલવાન, ઇન્ટરવલ કુ બાદ આયેલા દૂસરે હાફ કા તુફાન. ડ્રામા હૈ, સસ્પેન્સ હૈ, કલાઇમેકસ હૈ, ગબ્બર હૈ, હિટમેન હૈ, હેલિકોપ્ટર કા ટેકઓફફ હૈ, કિંગ હૈ, પ્લેઓફ હૈ, સુપર ઓવર હૈ પહલા હાફ તો સિર્ફ ઝાંકી હૈ, આઇપીએલ કે દૂસરે હાફ કા અસલી પિકચર અભી બાકી હૈ'
આ વિડીયોમાં ધોનીની કમાલની એકિંટગ જોવા મળે છે. હાલની સ્પર્ધામાં ધોની ટીમ ૭માંથી ૫ મેચ જીતીને ૮ ટીમની યાદીમાં બીજા નંબરે છે. ૧૯ સપ્ટેમ્બર ચેન્નાઇનો મુકાબલો ગયા વર્ષની વિજેતા મુંબઇ ઇન્ડિયન્સ સાથે થવાનો છે.