News of Monday, 19th February 2018
શ્રીલંકાએ ટી-20 મેચમાં બાંગ્લાદેશને 75 રને હરાવ્યું
નવી દિલ્હી:કુશલ મેન્ડિસની ૪૨ બોલમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથેની ૭૦ રનની ઈનિંગ બાદ ગુણાથિલાકા-મદુશન્કાની અસરકારક બોલિંગની મદદથી શ્રીલંકાએ બીજી અને આખરી ટી-૨૦માં બાંગ્લાદેશને ૭૫ રનથી હરાવ્યું હતુ. આ સાથે પ્રવાસી ટીમે યજમાન બાંગ્લાદેશનો ૨-૦થી વ્હાઈટવોશ કર્યો હતો. જીતવા માટેના ૨૧૧ના ટાર્ગેટ સામે બાંગ્લાદેશ ૧૮.૪ ઓવરમાં ૧૩૫માં ખખડી ગયું હતુ.
(4:07 pm IST)