ખેલ-જગત
News of Friday, 20th January 2023

વિરાટ કોહલીને રવિ શાસ્ત્રીની ગજબ સલાહ, કહયુ–સફળતા ઇચ્છતો હોય તો ત્રીજી વન–ડે છોડી દેવી જાઇઍ

રણજી ટ્રોફી રમે અને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની તૈયારી કરે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીઍ વિરાટ કોહલીને સફળતા મેળવવા માટે સલાહ આપી છે. વિરાટ કોહલી હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. તેણે છેલ્લા ૬ માસમાં ૪ સદી નોંધાવી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હાલમાં ત્રણ વનડે મેચની સિરીઝ રમાઇ રહી છે. પ્રથમ વનડે મેચ હૈદરાબાદમાં બુધવારે રમાઇ હતી. હવે શનિવારે રાયપુરમાં સિરીઝની બીજી વનડે મેચ રમાનારી છે. જાકે ત્યારબાદ વિરાટ કોહલીઍ ત્રીજી વનડેથી ટીમ ઇન્ડિયાથી દૂર થઇ જવુ જાઇઍ ઍવી સલાહ દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને પૂર્વ હેડ કોચ તરફથી આવી છે.

શાસ્ત્રીનું કહેવુ કોહલીઍ ઇન્દોરમાં અંતિમ વનડે રમવાને બદલે કોહલીઍ ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં રમવુ જાઇઍ. રવિ શાસ્ત્રીઍ કહયુ કે વિરાટ કોહલીઍ સફળતા મેળવવી હોય તો તેણે ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણીની અંતિમ વનડેથી હટી જવુ જાઇઍ. આ ગજબ સલાહ પાછળ તેઅોઍ ગજબ તર્ક પણ આપ્યો છે. કારણકે આગામી મહિને અોસ્ટ્રેલિયન ટીમ ભારત પ્રવાસે આવી રહી છે.

ટેસ્ટ સિરીઝની તૈયારી માટે સલાહ

ભારતીય ટીમને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમવાનો મોકો છે. આ માટે અોસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સિરીઝ મહત્વની બની રહેશે. બંને વચ્ચે ટેસ્ટ સિરીઝની શરૂઆત ૯ ફેબ્રુઆરીથી થશે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં રમાનારી છે. જેને લઇ શાસ્ત્રીઍ સલાહ આપી છે. આ માટે શાસ્ત્રીઍ કોહલીને સલાહ આપી છે તેણે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી અને અંતિમ વનડે રમવી જાઇઍ નહી અને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની તૈયારી માટે પ્રથમ વર્ગ ક્રિકેટ રમવું જાઇઍ

(4:58 pm IST)