News of Thursday, 19th November 2020
ઉછાળ વાળી પિચોનો સામનો કરવા ભારતીય બેટસમેનો ટેનિસ બોલથી કરી રહ્યા છે અભ્યાસ
સિડનીઃ ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલીયાની પિચો ઉપર ઉછાળ અને ગતિ જોવા મળશે. જેના માટે ભારતીય ટીમના ખેલાડીઓ અલગ ટેકનીક અપનાવી રહ્યા છે. બીસીસીઆઇ દ્વારા એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં આર.અશ્વિન અને લોકેશ રાહુલ રેકેટ અને ટેનિસ બોલથી અભ્યાસ કરી રહ્યા છે જેમાં રાહુલ પુલ શોટ મારતો જોવા મળે છે. ઓસ્ટ્રેલીયાના પ્રવાસમાં ભારતીય બેટસમેનોને ઉછાળવાળી પિચોનો સામનો કરવો પડશે.
(3:33 pm IST)