ખેલ-જગત
News of Monday, 19th July 2021

આઇસીસીના પોઇન્ટ ટેબલમાં ટીમ ઇન્ડિયા ટોપ ફાઇવમાં સામેલ

લંકા સામે જીત મળતા ફાયદો

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે જીત મેળવતા આઇસીસી વિશ્વકપ સુપર લીગ પોઇન્ટ ટેબલમાં ફાયદો મળ્યો છે. ટીમ ઇન્ડિયાનો સમાવેશ હવે ટોપ ફાઇવમાં થયો છે. જયારે બાંગ્લાદેશ બીજા સ્થાને આવી ગયું છે.

વિશ્વકપ સુપર લીગ હેઠળ ભારતે ૭ વન ડે મેચ રમી હતી. જેમાં ૪ મેચ ભારત જીતી ચુક્યુ છે. જ્યારે ૩ મેચમાં ભારતે હાર મેળવી હતી. હાર મળવા પર એક પણ પોઇન્ટ મળતો નથી. જ્યારે જીતના ૧૦ પોઇન્ટ મળતા હોય છે. રદ અથવા ટાઇ થવાની સ્થિતીમાં ૧૦ પોઇન્ટને બંને ટીમો વચ્ચે ૫-૫ પોઇન્ટ મુજબ વહેંચી દેવામાં આવે છે. સ્લો ઓવર રેટને લઇને પણ પોઇન્ટ કાપી લેવામાં આવે છે.

(3:56 pm IST)