ખેલ-જગત
News of Thursday, 19th May 2022

મહિલા વર્લ્‍ડ બોકિસંગમાં બે ભારતીયના બ્રોન્‍ઝ પાકા

નવી દિલ્‍હીઃ ઇસ્‍તંબુલમાં મહિલાઓની વર્લ્‍ડ બોકિસંગ ચેમ્‍પિયનશિપમાં ભારતની નિખત ઝરીન બાવન કિલોના વર્ગના બ્રાઝિલની કેરોલિન અલ્‍મેઇડાને ૫-૦થી હરાવીને ફાઇનલમાં પહોંચી એની સાથે ભારતે બે બ્રોન્‍ઝ મેડલ પાકા કરી લીધા હતા.

૫૭ કિલો વર્ગમાં મનીષા મોઉને અને ૬૩ કિલોની કેટેગરીમાં નવોદિત મુક્કાબાજ પરવીન હૂડાએ બ્રોન્‍ઝ મેડલથી  સંતોષ માનવો પડયો હતો.

(4:17 pm IST)