ખેલ-જગત
News of Thursday, 19th May 2022

ઇંગ્‍લેન્‍ડ ટીમના વ્‍હાઇટ બોલના ટોચ તરીકે મેથ્‍યુ મોટની નિયુકિત

ઓસ્‍ટ્રેલીયાની મહિલા ક્રિકેટ ટીમને વર્લ્‍ડકપ જીતાડનાર

નવી દિલ્‍હીઃ ઓસ્‍ટ્રેલિયાના મેથ્‍યુ મોટને ઇંગ્‍લેન્‍ડ ક્રિકેટ ટીમના નવા વ્‍હાઇટ બોલ કોચ તરીકે નિયુકત કરવામાં આવ્‍યા છે. ૪૮ વર્ષીય મોટ ઓસ્‍ટ્રેલીયાની મહિલા ક્રિકેટ ટીમ સાથે કોચ તરીકે સાત વર્ષ ગાળ્‍યા બાદ ઇંગ્‍લેન્‍ડમાં જોડાઇ રહ્યા છે. મોટની દેખરેખ હેઠળ જ ઓસ્‍ટ્રેલિયાની મહિલા ટીમે આ વર્ષે વર્લ્‍ડ કપ જીત્‍યો હતો.

ઇંગ્‍લેન્‍ડના ટેસ્‍ટ કેપ્‍ટનઃ બેન સ્‍ટોક્‍સ, વન-ડે અને ટી-૨૦ના કેપ્‍ટન ઇયોન મોર્ગન અને ટેસ્‍ટમાં હેડ કોચઃ બ્રેન્‍ડન મેક્કુલમ છે.

(2:47 pm IST)