ખેલ-જગત
News of Wednesday, 18th May 2022

FIH હોકી 5ની પ્રથમ સિઝનમાં ભાગ લેશે ભારતીય હોકી ટીમ

 નવી દિલ્હી: ભારતીય હોકી ટીમ 5 અને 6 જૂને સ્વિટ્ઝર્લેન્ડના લૉસનેમાં યોજાનારી FIH હોકી 5ની પ્રથમ સિઝનમાં ભાગ લેશે, જેમાં ગુરિન્દર સિંઘ કેપ્ટન તરીકે છે, જ્યારે સુમિત નવ સભ્યોની ટીમમાં વાઇસ-કેપ્ટનની ભૂમિકા ભજવશે. ટૂર્નામેન્ટમાં ભારત મલેશિયા, પાકિસ્તાન, પોલેન્ડ અને યજમાન સ્વિટ્ઝર્લેન્ડ સામે રમશે.આ ટીમ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમ તેમજ ગયા વર્ષે યોજાયેલા FIH જુનિયર વર્લ્ડ કપના ખેલાડીઓનું મિશ્રણ છે. જેમાં ગોલકીપર પવન, ડિફેન્ડર સંજય, મનદીપ મોર અને ગુરિન્દર સિંહ સામેલ છે. ફોરવર્ડ દિલપ્રીત સિંહ, મોહમ્મદ રાહીલ મૌસેન અને ગુરસાહિબજીત સિંહ સાથે મિડફિલ્ડર સુમિત અને રબીચંદ્ર સિંહને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

 

(6:54 pm IST)