તિલક વર્મા બધા ફોર્મેટ માટે એકદમ ફિટ છેઃગાવસકર
સનીએ કહ્યું કે આ નવયુવા બેટરે બેટિંગની ટેકિનકથી રોહિતનો વિશ્વા સાચો ઠરાવવો જોઇશે
નવી દિલ્હીઃ રોહિત શર્મા પછી ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકરે પણ મૂળ હૈદરાબાદના તિલક વર્માની ખૂબ પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેને ભારત વતી રમવાનો મોકો અપાશે તો તે કોઇ પણ ફોર્મેટની ટીમ માટે ફિટ થઇ શકશે. રોહિત શર્માએ પણ આવું જ કહ્યુ છે અને મારું પણ તિલક વિશે એવું જ માનવું છે.
હવે તિલકે પોતાના પર્ફોર્મન્સ અને ફિટનેસ પર થોડું વધુ ધ્યાન આપીને બેટિંગ-ટેક્નિકની બાબતમાં પણ થોડું વધુ લક્ષ આપીને રોહિતના વિશ્વાસને સાચો ઠરાવવો જોઇશે.
ગાવસકરને ખાસ કરીને તિલકની મનઃસ્થિતિ ખૂબ ગમી છે. સની તેના ટેમ્પરામેન્ટને વખાણતાં કહે છે કે ‘તેની બેટિંગ-ટેક્નિક બહુ સારી છે. તે સ્ટ્રેઇટ બેટથી રમે છે અને બોલની બરાબર લાઇનમાં આવીને ડિફેન્ડ કરતી વખતે તે બેટને પેડની ખૂબ નજીક રાખીને રમે છે. ટૂંકમાં, તેના બધા જ બેઝિકસ બરાબર છે.