ખેલ-જગત
News of Thursday, 18th January 2018

મહેન્દ્રસિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાં નિવૃત્તિ લેવાની જરુર નહતી: ગાવસ્કર

નવી દિલ્હી:દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ભારતીય ટીમના પ્રદર્શનથી નિરાશ ભારતના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરનુ માનવુ છે કે મહેન્દ્રસિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાં નિવૃત્તિ લેવાની જરુર નહતી. 
સુનિલ ગાવસ્કરના મતે ટીમ ઈન્ડિયાને વિદેશની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં હજી પણ ધોનીની જરુર છે. અત્યારે ભારત-દક્ષિણ આફ્રિકાની શ્રેણીમાં કોમેન્ટ્રી માટે સેન્ચુરીયન પહોંચેલ ગાવસ્કરે પોતાના આ વિચાર રજૂ કર્યા હતા. ગાવસ્કરે જણાવ્યુ હતું કે ધોનીની ગેરહાજરીમાં ભારત પાસે હજી સુધી એવો કોઈ વિકેટકિપર તૈયાર થયો નથી કે જે તેનુ વિદેશની ધરતીમાં ટીમને કિપીંગ અને બેટિંગથી સંભાળી શકે. સેન્ચુરીયન ટેસ્ટમાં રીદ્ધીમન સાહા ઈજાના કારણે રમી શક્યો નથી, જેના કારણે પાર્થિવ પટેલ રમી રહ્યો છે. પરંતુ તેણે આ ટેસ્ટમાં ત્રણ કેચ છોડયા છે, જેની ભારતે ભારે કિંમત ચુકવવી પડી છે. 

(6:20 pm IST)