ખેલ-જગત
News of Tuesday, 17th May 2022

નોવાક જોકોવિચે છઠ્ઠી વખત જીત્યું ઈટાલી ઓપનનું ટાઇટલ : ઈન્ગા સ્વાયટેક બનાવ્યો રેકોર્ડ

નવી દિલ્હી: સર્બિયન ટેનિસ દિગ્ગજ નોવાક જોકોવિચે રવિવારે ઇટાલી ઓપન 2022ની ફાઇનલમાં સ્ટેફાનોસ સિત્સિપાસને 6-0, 7-6થી હરાવીને છઠ્ઠી વખત ટાઇટલ જીત્યું હતું. આ ટાઈટલ જીત સાથે નોવાક જોકોવિચ ફ્રેંચ ઓપન 2022 માટે શાનદાર ફોર્મમાં સાબિત થયો છે. ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન કોરોના રસીકરણ વિવાદને કારણે મોટાભાગની સિઝનમાં મેદાનની બહાર રહેલા જોકોવિચનું ટૂર્નામેન્ટમાં વર્ચસ્વ હતું. તે અગાઉ સેમિફાઇનલમાં કેસ્પર રુડને સીધા સેટમાં હરાવીને ઇટાલી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો હતો.

 

(7:59 pm IST)