ખેલ-જગત
News of Tuesday, 17th May 2022

ઇમરાન મલિક અને કુલદીપ સેનની રાષ્‍ટ્રીય ટીમમાં પસંદગી ફાઇનલ

અર્શદિપસિંહ, મોહસીનખાન, મુકેશ ચૌધરી જેવા ખેલાડીઓ ઉપર પણ બોર્ડની નજર

નવી  દિલ્‍હીઃ આઇપીએલમાં ભારતીય નજર ચોક્કસપણે યુવા ઝડપી બોલર પર રહેશે. હૈદરાબાદના ઉમરાન મલિકથી લઇને રાજસ્‍થાન કુલદીપ સેનનું નામ જોરમાં છે. આટલુ જ નહી આ સિઝનમાં અર્શદીપ સિંહ, મોહસીન ખાન, મુકેશ ચૌધરી સહિત ઘણા ફાસ્‍ટ બોલરોએ ઘણો પ્રભાવ પાડયો છે. પ્રમુખ સૌરવ ગાંગુલી પણ આ ઝડપી બોલરલના પ્રદર્શનથી ખુશ છે.

સૌરવગાંગુલીએ કે, જો ટીમ ઇન્‍ડિયામાં ઉમરાન મલિકની પસંદગી થશે તો આヘયૅ થશે નહીં. પણ કુલદીપ સેનને પસંદ કરે છે. ઉમરાન ચોક્કસપણે આ સિઝનમાં ઘણી  મેચોમાં શાનદાર બોલિંગ કરતો જોવા મળ્‍યો છે. તેણે અત્‍યાર સુધી ૧૨ મેચમાં ૧૮ વિેકેટ  ઝડપી છે. અનેક બોલરની આ સૌથી વધુ વિકેટ છે. કુલદીપ સેને આ સિઝનમાં સાતમાંથી આઠ વિકટ લીધી છે.  કેટલા બોલર ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે.? ઉમરાનની રાષ્‍ટ્રીય ટીમ માટે પસંદ કરવામાં આવે તો મને આヘર્ય થશે નહી. જોકે, આપણે તેનો ઉપયોગ કરવામાં સાવચેતી રાખવી જોઇએ.મને પણ કુલદીપ સેન ખૂબ ગમે છે. ટી નટરાજને પણ પુનરાગમન કર્યુ છે. 

(3:02 pm IST)