ખેલ-જગત
News of Saturday, 16th January 2021

અર્જુન તેન્ડુલકરે કર્યું મુંબઈની ટીમમાં ડેબ્યુ

આઈપીએલમાં રમવાનો રસ્તો હવે કિલયર

નવીદિલ્હીઃ ક્રિકેટ જગતના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરના દીકરા અર્જુન તેન્ડુલકરે ગઈ કાલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં એલિટ ઈ લીગની ગ્રુપ મેચમાં મુંબઈની સિનિયર ટીમ વતી ડેબ્યુ કર્યું હતું. આ સાથે અર્જુને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં થનારી હરાજી માટે પણ પોતાના કવોલિફાય કરી લીધો છે. ટીમનો કેપ આપીને તેનું ટીમમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

(2:47 pm IST)