ખેલ-જગત
News of Wednesday, 13th December 2017

લ્યો બોલો... બીસીસીઆઈએ જાહેર કરેલા કાર્યક્રમોમાં પણ પાક. ક્રિકેટ બોર્ડનો વાંધો

અમારી સામેના મેચો કેમ સામેલ ન કર્યા...

નવી દિલ્હી : બીસીસીઆઈના ભવિષ્યના ક્રિકેટ કાર્યક્રમ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આપત્તિ વ્યકત કરી છે. બીસીસીઆઈના નવા કાર્યક્રમામં પાકિસ્તાન સામેના મેચ સામેલ કરાયા નથી. જેથી પીસીબી નારાજ છે. બીસીસીઆઈ કહે છે કે સરકારની મંજૂરી ન મળી હોવાથી અમે પાકિસ્તાન સામે રમી શકીએ નહીં. બીજી તરફ પીસીબી કહે છે કે બીસીસીઆઈ આઈસીસીની ગાઈડલાઈનનંુ ઉલ્લંઘન કરી રહ્યુ છે.

(12:36 pm IST)