ખેલ-જગત
News of Friday, 15th October 2021

વર્લ્ડ જુનિયર શુટીંગ ચેમ્પિયનશીપમાં ડીએસપી નરેન્દ્ર સાંગવાનની પુત્રી રિધમે ૪ ગોલ્ડ જીત્યા

નવી દિલ્હીઃ  દક્ષિણ અમેરિકાના પેરુમાં યોજાયેલી વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ મેડલ જીતીને નારનૌલમાં કામ કરતા ડીએસપી નરેન્દ્ર સાંગવાનની પુત્રી રિધમ સાંગવાને માત્ર હરિયાણા જ નહીં પરંતુ દેશનું નામ રોશન કર્યું છે.

 રિધમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ ગુણ મેળવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.  સત્તર વર્ષના રિધામ સાંગવાન અત્યારે ફરીદાબાદની ડીપીએસ સ્કૂલમાં ૧૨ મા ધોરણના વિદ્યાર્થી છે.  અમેરિકામાં યોજાયેલી આ સ્પર્ધામાં, રિધમ સાંગવાન ગર્લ્સ અને બોયઝની સ્ટાન્ડર્ડ શૂટિંગ સ્પર્ધામાં સૌથી વધુ ગુણ મેળવીને વિશ્વમાં પ્રથમ સ્થાને રહી હતી.  ડીએસપી નરેન્દ્ર સાંગવાને જણાવ્યું કે રિધમે ૨૫ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ, ૨૫ મીટર રેપિડ મિકસ, ૧૦ મીટર એર પિસ્તોલ ટીમ અને ૨૫ સ્પોર્ટ્સ પિસ્તોલ ટીમમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.

(3:05 pm IST)