ખેલ-જગત
News of Tuesday, 15th September 2020

ટબોલ મેચમાં લાતો અને ધક્કામુક્કી સર્જાઈ : બ્રાઝીલના ખેલાડી નેમારને મેદાન બહાર કરાયો

રેફ્રીએ વિડિઓ સમીક્ષા કર્યા બાદ બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમારને બહાર મોકલી દીધો

કોરોના વાઈરસથી સાજા થયા બાદ પેરિસ સેન્ટ જર્મન (પીએસજી) ના સ્ટ્રાઈકર નેમારને મેદાનમાં વાપસી સારી રહી નથી. ફ્રાન્સની ટોચનીલીગ-01માં માર્સિલ કે સામે મેચમાં હરીફ ખેલાડી અલવારો ગોંઝાલેઝને બે વાર થપ્પડ માર્યા બાદ તેને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. મેદાન પર ટકરાયા પછી નેમાર અને અલવારો ગોંઝાલેઝ ટ્વીટર પર પણ ટકરાયા હતા. જો કે તેમણે ગોંઝાલેઝ પર જાતિવાદી ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ રેફરીએ વીડિઓ સમીક્ષા કર્યા પછી તેને મેદાનથી બહાર મોકલ્યો હતો. આથી ગુસ્સે ભરાયેલા નેમારે મેચ બાદ ટ્વીટર પર લખ્યું કે, 'મને દિલગીર છે કે મેં તેને ચહેરા પર માર્યો નથી. મારે તે ફોટો જોવો જોઈએ જેમાં તે મને વાનર કહેતો હતો

મને મેદાનમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેના વિશે શું થયું? 'PARIS SAINT GERMAIN નેમારની ટ્વીટનો જવાબ આપતા ગોંઝાલેઝે ટ્વીટર પર લખ્યું કે, 'અહીં જાતિવાદ માટે કોઈ સ્થાન નથી. મારી કારકિર્દી હંમેશાં શુધ્ધ રહી છે. નેમારે હાર સ્વીકારવાનું શીખવું જ જોઈએ.' બીજા ભાગના સમય દરમ્યાન માર્સિલે કે ડેરિયો બેનેડટ્ટો અને લિયાંડ્રો પેરેડેઝ વચ્ચે લડાઈ થઈ. વિવાદ એટલો વધી ગયો કે બંને ખેલાડીઓએ લાત મારવાનું શરૂ કર્યું. આ સમયગાળા દરમિયાન નેમારે માર્સિલેના ડિફેન્ડર ગોંઝાલેઝને થપ્પડ મારી હતી.

આ સમયે જ પીએસજીના લેવિન કુર્ઝાવા અને જોર્ડન અવામી વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. જોત જોતામાં તો બંને ટીમો આ ધક્કામુક્કીના માહોલમાં જોડાઈ ગઈ હતી. ત્યારબાદ રેફરી જેરોમ બ્રિસાર્ડે વિવાદને જેમ તેમ કરીને થાળે પાડ્યો હતો. માર્સિલે ફ્લોરીયન થાઉવિન (31 મી મિનિટ)ની મદદથી પીએસજીને 1-0થી હરાવી હતી.

(12:10 am IST)