ખેલ-જગત
News of Thursday, 15th February 2018

૭ એપ્રિલથી આઈપીએલ-૧૧નો પ્રારંભ

મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે પ્રથમ મુકાબલો : ૫૧ દિવસ ટુર્નામેન્ટ ચાલશેઃ ૧૨ મેચો સાંજે ૪ અને ૪૮ મેચો રાત્રે ૮ થી શરૂ થશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧જ્રાક સીઝનના મેચ શિડ્યુલની જાહેરાત બુધવારના રોજ કરી. ૫૧ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટની શરૂઆત ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ થશે. સીઝનની પહેલી મેચ હાલની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને બે વખત ચેમ્પિયન રહેલી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમાં રમાશે.

સ્પોર્ટ ફિકિસંગને કારણે બે વર્ષ માટે પ્રતિબંધ થયા બાદ પરત ફરી રહેલી રાજસ્થાન રોયલ્સ સવાઈ માનસિંહ સ્ટેડિયમ (જયપુર) અને ચેન્નઈ કિંગ્સ ઈલેવન ચિદંબરમ સ્ટેડિયમ(ચેન્નઈ)માં રમશે. જયારે કિંગ્સ ઈલેવન પંજાબ પોતાની ૩ ઘરેલું મેચ ઈન્દોર અને ૪ મેચ મોહાલીમાં રમશે. આઈપીએલની ફાઈનલ મેચ ૨૭ મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમાં રમાશે.

આઈપીએલની સીઝન ૧૧માં ૧૨ મેચ એવી છે જે સાંજે ૪ વાગ્યે રમાશે, જયારે ૪૮ મેચ રાત્રે ૮ વાગ્યે શરૂ થશે. આ સીઝનનું પ્રસારણ સ્ટાર ચેનલ પણ કરવામાં આવશે. આ પહેલા ટેલિકાસ્ટના રાઈટ્સ સોની નેટવર્ક પાસે હતા.(૩૭.૩)

(11:32 am IST)