ખેલ-જગત
News of Saturday, 14th August 2021

બચકું ભરનારો ખેલાડી પણ દેશ માટે રમતો હતો : રવિ દહિયા

સિલ્વર મેડલ જીતનારા રવિ દહિયાની ખેલદીલી : સેમીફાઈનલ મુકાબલામાં કજાખસ્તાનના નૂરઈસ્લામ સાનાયેવે મેચ દરમિયાન રવિ દહિયાને બટકું ભર્યું હતું

નવી દિલ્હી, તા.૧૪ : ટોક્યો ઓલમ્પિકમાં ભારતે ઈતિહાસ રચીને મેડલ પોતાના નામે કર્યા. તેમાં રવિ દહિયાનું નામ પણ સામેલ છે જેમણે ભારતને કુસ્તીમાં સિલ્વર મેડલ અપાવ્યો. રવિ દહિયાએ પોતાની ઓલમ્પિક સફર ઉપરાંત જે વિવાદને લઈ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલી રહી છે તેના અંગે પણ વાત કરી હતી. હકીકતે સેમીફાઈનલ મુકાબલામાં કજાખસ્તાનના નૂરઈસ્લામ સાનાયેવે મેચ દરમિયાન રવિ દહિયાને બટકું ભરી લીધું હતું. મેચ બચાવવા માટે અને પોતાની જાતને દહિયાની ચુંગાલમાંથી છોડાવવા માટે નૂરઈસ્લામે હરકત કરી હતી. ઘટનાને લઈ દેશભરના લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો તેને શરમજનક ગણાવી હતી. પરંતુ જ્યારે રવિ દહિયાને અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે તે ઘટનાને ખેલ ભાવના સાથે જોડી હતી. રવિના કહેવા પ્રમાણે તેમણે રેફરીને અંગે જાણ કરી હતી પરંતુ વિરોધ કરવાનો કોઈ ફાયદો નથી. પણ પોતાના દેશ માટે લડી રહ્યો હતો અને હું પણ મારા દેશ માટે. બધું ખેલ ભાવના છે અને કોઈ મોટી વાત નથી. મારો મિત્ર છે. બીજા દિવસે એણે માફી પણ માંગી હતી માટે તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર નથી. રવિએ જોર આપીને કહ્યું કે, મેટ પર ઉતર્યા બાદ કોઈ નાનો કે મોટો પહેલવાન નથી હોતો. તે સમયે ફક્ત કુસ્તી પર ફોકસ હોય છે. ભવિષ્યમાં તેઓ ફરી ગોલ્ડ પર ફોકસ કરશે અને પૂરતો પ્રયત્ન કરશે કે સિલ્વરને ગોલ્ડમાં ફેરવી દેવાય. રવિના કોચ પણ એવું માને છે કે, ફોકસ હંમેશા ગોલ્ડ પર હોવું જોઈએ.

(7:34 pm IST)