ખેલ-જગત
News of Tuesday, 13th October 2020

28 જાન્યુઆરી 2021થી રમાશે અબુધાબી ટી-10 લીગ-4 : 8 ટીમો લેશે ભાગ

નવી દિલ્હી: અબુ ધાબી ટી 10 લીગની ચોથી સીઝન  શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે આવતા વર્ષે 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન રમાશે, જેમાં આઠ ટીમો ખિતાબ માટે ભાગ લેશે. ટી 10 સ્પોર્ટ્સ મેનેજમેન્ટના સ્થાપક અને અધ્યક્ષ શાજી એલ મુલકે કહ્યું કે, "2017 માં શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તેની શરૂઆત થઈ ત્યારથી, ટી 10 લીગ સૌથી ઝડપથી સ્વીકૃત અને જાણીતી ક્રિકેટ ફોર્મેટ બની ગઈ છે."દરમિયાન, ટી 10 સ્પોર્ટ્સ મેનેજમેન્ટે આઇસીસીના ભૂતપૂર્વ સીઈઓ આરોન લોગટને સ્ટ્રેટેજી એન્ડ ડેવલપમેન્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.

 

(5:48 pm IST)