ખેલ-જગત
News of Tuesday, 13th February 2018

ટીમ ઇન્ડીયા આજે ઇતિહાસ રચી શકશે?: સાંજે ૪:૩૦ થી મહામુકાબલો

 આજે પોર્ટ એલીઝાબેથના મેદાનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચમો વન-ડે રમાનાર છે, જો કે આજના મેચમાં વરસાદના વિદ્યનની શકયતા છેઃ આ મેદાનમાં ભારતને ધારી સફળતા મળી નથીઃ  પાંચેય મેચોમાં હારનો સામનો કરવો પડયો છે વિરાટ, ધવન સિવાયના બેટ્સમેનોએ પણ જાનદાર પ્રદર્શન કરવું પડશે. ચોથા મેચમાં બેટ્સમેનોએ શરુઆત સારી કરી હતી પણ મિડલ ઓર્ડર ફેઇલ ગયું હતું. બોલરો પણ સારો દેખાવ કરી શકયા ન હતા. જો  આજનો મેચ ભારત જીતી જશે તો સિરિઝ જીતી જશે.

(3:40 pm IST)