ખેલ-જગત
News of Thursday, 12th August 2021

લિયોનલ મેસ્સીએ પેરિસ સેન્ટ-જર્મન સાથે બે વર્ષનો કર્યો કરાર

 નવી દિલ્હી: આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ એફસી બાર્સેલોના સાથેના તેના 21 વર્ષ જૂના સંબંધો તોડીને પેરિસ સેન્ટ-જર્મન (PSG) સાથે કરાર કર્યો છે. પીએસજીએ એક નિવેદનમાં કહ્યું કે 34 વર્ષીય આર્જેન્ટિનાના સ્ટારે ત્રીજી સિઝન માટે એક વિકલ્પ સાથે બે વર્ષનો કરાર કર્યો છે. મેસ્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હું પેરિસ સેન્ટ-જર્મન ખાતે મારી કારકિર્દીનો નવો અધ્યાય શરૂ કરવા માટે ઉત્સાહિત છું. તેણે આગળ કહ્યું, "ક્લબ વિશે બધું મારી ફૂટબોલ મહત્વાકાંક્ષાઓ સાથે મેળ ખાય છે. હું જાણું છું કે ટીમ અને કોચિંગ સ્ટાફ કેટલો પ્રતિભાશાળી છે. હું ક્લબ અને ચાહકો માટે કંઇક ખાસ બનાવવામાં મદદ કરવા માટે સંકલ્પબદ્ધ છું, અને હું પિચ પર પગ મૂકવા આતુર છું. "

(5:54 pm IST)