ખેલ-જગત
News of Monday, 12th February 2018

બંગલાદેશને હરાવ્યા બાદ એવો અહેસાસ થઈ રહયો છે કે અમે નવા પ્રવાસની શરૂઆત કરી

કુલ ૪૧૫ વિકેટ મેળવનારો વિશ્વનો પ્રથમ લેફટી બોલર બનતો શ્રીલંકાનો રંગના હેરાથ

શ્રીલંકાની ટીમના સૌથી અનુભવી સ્પિન બોલર રંગના હેરાથે બાંગલાદેશ સામે ટેસ્ટ- સિરિઝ જીત્યા બાદ કહ્યું હતું કે આ એક નવા પ્રવાસની શરૂઆત જેવું લાગી રહ્યું છે.

હેરાથે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે  'માત્ર આ સિરીઝ નહીં પરંતુ જ્યારે અમે દુબઈમાં રમ્યા હતા. ત્યારે પાકિસ્તાનને ૨-૦ થી હરાવ્યું હતું. ભારતમાં અમારા માટે ખરાબ સિરીઝ રહી હતી. એથી મને લાગે છે કે ટેસ્ટ-ટીમ તરીકે અમે નવો પ્રવાસ શરૂ કર્યો છે. જ્યારે કુમાર સંગકાર અને માહેલા જયવર્દનેએ ટીમ છોડી હતી. ત્યારની અને હાલની ટીમમાં ઘણું અંતર આવી ગયું છે. અમે ત્રણ વર્ષ બાદ એક નવી ટીમ બનાવી રહ્યા છીએ. હવે હું એવી ટીમ જોઈ રહ્યો છું જેમાં અનુભવ અને યુવા જોશનું સારું મિશ્રણ છે.'

હેરાથ કુલ ૪૧૫ વિકેટ સાથે આવી સિદ્ધિ મેળવનારો વિશ્વનો પહેલો લેફટી  બોલર બન્યો હતો.

(4:26 pm IST)