ખેલ-જગત
News of Friday, 12th January 2018

દેશના પ્રખ્યાત પહેલવાન સુખચૈન સિંહનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

નવી દિલ્હી: પ્રખ્યાત પહેલવાન અને 1974ના તેહરાન એશિયાઈ રમતોમાં બે કાંસ્ય પદક મેળવનાર સુખચૈન સિંહ ચીમાંનું પટિયાલા બાયપાસ પાસે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. પોલીસે જણાવ્યું કે 67 વર્ષીય પહેલવાન ભાનરી ગામે આવેલા ખેતરોથી ઘરે પરત ફરતા આ દુર્ઘટના બની હતી. કુશ્તીમાં સુખચૈન સિંહને ભારતને ઓળખાણ અપાવી છે. સુખચૈન સિંહને અર્જુન ઍવૉર્ડની સાથે કોચિંગ માટે સર્વોત્તર દ્રોણાચાર્ય એવૉર્ડ પણ મળેલ છે. પંજાબના સંકૃતિક અને પર્યટન મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ સુખચૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

(4:35 pm IST)