કાલથી અન્ડર-૧૯ વર્લ્ડકપ : યુવા પ્રતિભાઓ નિખરશે
ન્યુઝીલેન્ડના ૭ મેદાનોમાં કુલ ૧૬ ટીમો વચ્ચે જામશે જંગ : ભારતનો પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રવિવારે રમાશે : ૨૨ દિવસની આ ટુર્નામેન્ટ ૩ ફેબ્રુઆરી સુધી ચાલશે : ગત વર્ષે વિન્ડીઝ ચેમ્પિયન બનેલુ, ભારત રનર્સઅપ : ટીમ ઈન્ડિયાના લીગ મેચો ડે એન્ડ નાઈટ હશે : દર બે વર્ષે રમાતી આ ટુર્નામેન્ટ : ૧૬ દેશોના કુલ ૨૪૦ ખેલાડીઓનું ભાવિ આગામી ત્રણ અઠવાડીયામાં નક્કી થઈ જશે : મોહંમદ કૈફ, યુવી, વિરાટ, રવિન્દ્ર અને મનિષ પાંડે જેવા ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને અન્ડર-૧૯ વર્લ્ડ કપમાંથી જ મળ્યા છે : ટુર્નામેન્ટ ચેમ્પિયન બનવા ટીમ ઈન્ડિયા હોટફેવરીટ : અન્ય મેચો ભારતીય સમય મુજબ વ્હેલી સવારે ૩ વાગ્યે અને ભારતના ડે એન્ડ નાઈટ મેચો સવારે ૫:૩૦ વાગ્યાથી શરૂ થશે
ન્યુઝીલેન્ડ : આઈસીસી (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ) દ્વારા અન્ડર-૧૯ વન-ડે વર્લ્ડકપનો આવતી કાલે આરંભ થઈ રહ્યો છે. બાવીસ દિવસની આ સ્પર્ધા ૧૩ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધી ચાલશે. કિવીઓની ભૂમિ પર ત્રીજી વાર આ સ્પર્ધા યોજાઈ રહી છે. આ બારમો અન્ડર-૧૯ વર્લ્ડ કપ છે અને અગાઉ બે વખત (વર્ષ ૨૦૦૨, વર્ષ ૨૦૧૦) ન્યુઝીલેન્ડમાં આ સ્પર્ધા યોજાઈ હતી. એ જોતા ન્યુઝીલેન્ડ ત્રણ વખત આ વિશ્વ કપનું યજમાન બનનાર પ્રથમ દેશ છે.
ગયા વખતે (૨૦૧૬)માં વેસ્ટ ઈન્ડિઝ અન્ડર-૧૯ વર્લ્ડ ચેમ્પિયન બન્યુ હતું. જયારે ભારત રનરઅપ રહ્યુ હતું. આ વખતે ભારતની ત્રણેય લીગ મેચ ડે / નાઈટ છે. સ્પર્ધા ન્યુઝીલેન્ડમાં રમાવાની હોવાથી સામાન્ય રીતે તમામ મેચો (ભારતીય સમય અનુસાર) વહેલી સવારે ૩ વાગ્યે શરૂ થશે. પરંતુ ભારતની ત્રણેય લીગ મેચ ડે/નાઈટ હોવાથી એનો (ભારતીય સમય મુજબ) સવારે ૫:૩૦ થી ૬:૩૦ વાગ્યે આરંભ થશે.
દર બે વર્ષ રમાતી આ સ્પર્ધામાં આ વખતે ભાગ લઈ રહેલા ૧૬ દેશોના કુલ ૨૪૦ ખેલાડીઓનું ભાવિ આગામી ત્રણ અઠવાડીયામાં નક્કી થઈ જશે. દરેક દેશે કુલ ૧૫ ખેલાડીઓને આ સ્પર્ધા માટે ન્યુઝીલેન્ડ મોકલ્યા છે. કિવીઓની ધરતી પર કુલ ૭ મેદાન પર આ સ્પર્ધાની મેચો રમાશે.
અહીં યાદ અપાવવાની કે ભૂતકાળમાં ભારતને મોહંમદ કૈફ, યુવરાજસિંહ, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને મનીષ પાંડે સહિતના કેટલાક નામાંકિત ખેલાડીઓ અન્ડર-૧૯ વર્લ્ડ કપમાંથી જ મળ્યા હતા.
યુવા વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ સમોવડીયા દેશ ઓસ્ટ્રેલિયા સામે રવિવારે (ભારતીય સમય મુજબ વહેલી સવારે ૫:૩૦ વાગ્યાથી) રમાશે. આ બંને દેશ ત્રણ - ત્રણ વખત ચેમ્પિયન બન્યા છે અને આ વખતે ચોથી ટ્રોફી માટે તેમની વચ્ચે તીવ્ર હરીફાઈ થશે. યોગાનુયોગ, બંને દેશ એક જ ગ્રુપ (બી)માં છે. ૧૬ દેશોને ચાર ગ્રુપમાં સરખા ભાગે વહેંચી નાખવામાં આવ્યા છે. ભારત - ઓસ્ટ્રેલિયાવાળા ગ્રુપ બીમાં ઝિમ્બાબ્વે અને પપુઆ ન્યુ ગિનીનો સમાવેશ છે.
કયા ગ્રુપમાં કઈ ટીમ? |
|
|
ગ્રુપ - એ |
: |
ન્યુઝીલેન્ડ, કેન્યા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ |
ગ્રુપ - બી |
: |
ભારત, ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે, પપુઆ ન્યુ ગિની |
ગ્રુપ - સી |
: |
ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, કેનેડા, નામિબિયા |
ગ્રુપ - ડી |
: |
પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, આયર્લેન્ડ |
ભારતની લીગ મેચ કયારે? કોની સામે? |
|
|
કયારે |
હરીફ |
જીવંત પ્રસારણ |
૧૪ જાન્યુ. |
ઓસ્ટ્રેલિયા |
સવારે ૫:૩૦ |
૧૬ જાન્યુ. |
પપુઆ ન્યુ ગિની |
સવારે ૬:૩૦ |
૧૯ જાન્યુ. |
ઝિમ્બાબ્વે |
સવારે ૬:૩૦ |