ખેલ-જગત
News of Friday, 12th January 2018

આફ્રિકાના કેપ્ટને કરી રબાડાને કિસ તો નારાજ થઈ ગર્લફ્રેન્ડ

આઈસીસીના નંબર વન ટેસ્ટ - બોલર કેગીસો રબાડાએ ભારત સામે કેપટાઉનમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. તેણે પહેલી ટેસ્ટમાં કુલ પાંચ વિકેટ લીધી હતી. સૌથી મહત્વની વાત એ કે તેણે પહેલી ઈનિંગ્સમાં ધમાકેદાર બેટીંગ કરનાર હાર્દિક પંડ્યાની વિકેટ લઈને સાઉથ આફ્રિકાની ટીમને ભારે રાહત પહોંચાડી હતી. જો કે ત્યારબાદ જે થયુ એ રબાડા માટે બહુ ભારે પડ્યુ હતું. કેપટાઉન મેચના બીજા દિવસે રબાડાએ પંડ્યાની વિકેટ લીધી ત્યારે સાઉથ આફ્રિકાનો કેપ્ટન ફેફ ડુ પ્લેસી તેની પાસે ગયો હતો અને તેના માથા પર કિસ કરી હતી.

આઈસીસીએ બોલરોના નવા રેન્કીંગમાં રબાડાને નંબર વન બોલર જાહેર કર્યો ત્યારે ડુ પ્લેસીએ કિસ કરતો ફોટો શેર કરતા લખ્યુ હતું કે નંબર વન ટેસ્ટ બોલર બનવા પર તને આ મળ્યુ છે, શાબાશ રબાડા. તું આને લાયક છે ચેમ્પિયન.

જો કે રબાડાએ આ ફોટો પર કમેન્ટ કરતા લખ્યુ હતું કે મારી ગર્લફ્રેન્ડ કિસ પર ફરીયાદ કરી રહી છે.

(12:35 pm IST)