ખેલ-જગત
News of Friday, 10th September 2021

રાજયકક્ષાની શોટગન શુટીંગ સ્પર્ધામાં નઇમ મીરઝાએ કાંસ્યપદક જીત્યો

કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇરશાદબેગ મીરઝાના પુત્ર છેઃ અભિનંદનવર્ષાનો ધોધ

રાજકોટઃ રાજયકક્ષાની ૪૦મી શોટગન રાયફલ શુટીંગ ચેમ્પિયનશીપ સ્પર્ધા ગાંધીનગર ખાતે યોજાઇ ગઇ. જેમાં ડબલ ટ્રેપ ટીમ કેટેગરીમાં ભાગ લઇ નઇમબેગ ઇરશાદબેગ મીરઝાએ વિજેતા બની કાંસ્ય પદક મેળવેલ છે. નેઇમબેગ મીરઝા જાહેરજીવનમાં પણ કાર્યરત છે. અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી છે. વ્યવસાયે બીઝનેસ સંભાળે છે. તેમની આ સિધ્ધી રાજયમાં જુદા જુદા ક્ષેત્રમાં કાર્યરત યુવાનોને પ્રેરણા આપતુ પુરવાર થશે.

નઇમબેગ મીરઝા કોંગ્રેસના એક સમયના રાષ્ટ્રીયકક્ષાના નેતા શ્રી ઇરશાદબેગ મીરઝાના પુત્ર છે. અત્રે ઉલ્લેખનીય છે કે નઇમ મીરઝા આ પહેલા પણ ૨૦૧૬માં જીલ્લાકક્ષાએ શુટીંગ સ્પર્ધામાં અમદાવાદ કક્ષાએ સીલ્વર મેડલ જીતી ચુકયા છે. સતત પાંચ વર્ષની  મહેનત બદલ આજે રાજયકક્ષાએ તેઓ નામના મેળવી શકયા છે. જે બદલ તેમને ઠેરઠેરથી અભિનંદન મળી રહેલ છે. મો.૯૮૨૫૩ ૭૧૦૭૯

(4:12 pm IST)