ખેલ-જગત
News of Saturday, 7th November 2020

હરમનપ્રીતની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ માટે આજે કરો યા મરો મુકાબલો

શારજાહઃ વિમેન્સ ટી૨૦ ચેલેન્જમાં આજે સાંજે ડિફેન્ડિંગ ચેમ્પિયન સુપરનોવાસનો મુકાબલો ટ્રેલબ્લેઝર્સ સામે થવાનો છે. મિતાલી રાજના નેતૃત્વવાળી વેલોસિટીને હરાવ્યા બાદ સ્મૃતિ મંધાનાની ટ્રેલબ્લેઝર્સ આજે બીજી મેચ જીતીને પોતાની આગેકૂચ યથાવત રાખવા માગશે, જયારે ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે હરમનપ્રીતના નેતૃત્વવાળી સુપરનોવાસે આજની મેચ જીતવી અત્યંત જરૂરી છે. જો સુપરનોવાસ આજની મેચ હારી જાય તો તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

(12:36 pm IST)